Friday, December 3, 2021
Homeહવે ગૂગલ ખોલશે નેતાઓની પોલ, આ રીતે ઉજાગર કરશે તેમના ખર્ચનો હિસાબ
Array

હવે ગૂગલ ખોલશે નેતાઓની પોલ, આ રીતે ઉજાગર કરશે તેમના ખર્ચનો હિસાબ

લોકસભા ચૂંટણી પહેલા ગૂગલે એક મોટું પગલું ઉઠાવ્યું છે. ઈન્ટરનેટ ટેકનોલોજીની કંપની ગૂગલ હવે ભારતની બધી રાજકીય જાહેરાતો સાથે જોડાયેલી જાણકારીને સાર્વજનિક કરી દેશે. ગૂગલના આ નિર્ણયથી તમને ચૂંટણી જાહેરાત ખરીદનાર વ્યક્તિ અને સંબંધિત જાહેરાતની બધી જાણકારી મળી જશે. રાજકીય જાહેરાતોમાં પારદર્શિતા વધારવા માટે આ પગલું ઉપાડવામાં આવ્યું છે.

ચૂંટણી જાહેરાતની થશે જાણકારી

 

ઈન્ટરનેટ ઔદ્યોગિક કંપની ગૂગલ પોતાના પ્લેટફોર્મ પર ભારતથી સંબંધિત રાજકીય જાહેરાતો સાથે જોડાયેલી સૂચનાઓ આગામી માર્ચથી જાહેર સ્વરૂપે પ્રસ્તુત કરશે. જેમાં ચૂંટણી જાહેરાત ખરીદનાર વ્યક્તિ અને સંબંધિત જાહેરાતની જાણકારી હશે.

પારદર્શિતા માટે ઉઠાવવામાં આવ્યા આ પગલા

ગૂગલે ભારતમાં ચાલુ વર્ષે એપ્રિલ-મે મહિનામાં યોજાનારી લોકસભા ચૂંટણી પહેલા રાજકીય જાહેરાતના મામાલામાં પારદર્શિતા વધારવા માટે આ પગલું ઉઠાવ્યું છે. ગૂગલે નિવેદનમાં કહ્યું, ‘ઑનલાઇન ચૂંટણી જાહેરાતમાં અને પારદર્શિતા લાવવા માટે કંપની ભારત પર કેન્દ્રીત એક ‘રાજકીય જાહેરાત પારરદર્શિતા રિપોર્ટ’ અને એક સાર્વજનિક ઑન લાઈન રાજકીય જાહેરાત લાઇબ્રેરી રજૂ કરશે, જેનાથી લોકો સર્ચ કરી શકશે.’

માર્ચ બાદ મળશે જાણકારી

આ રિપોર્ટ અને જાહેરાત લાઇબ્રેરી માર્ચ 2019થી દરેક લોકો માટે સીધીરીતે ઉપલબ્ધ હશે. કંપનીએ કહ્યું છે, જેમાં ચૂંટણી જાહેરાત ખરીદવા અંગે અને જાહેરાત પર કેટલો ખર્ચ કરાઈ રહ્યો છે, જેની વિસ્તૃત જાણકારી મળશે. ગૂગલની આ પહેલનો ઉદ્દેશ્ય ઑનલાઇન રાજકીય જાહેરાતમાં પારદર્શિતા લાવવાનો છે અને મતદાતાઓને ચૂંટણી સંબંધિત સૂચનાઓ આપવામાં સક્ષમ બનાવવાનુ છે.

ફેસબુકે પણ ઉપાડ્યું આ પગલું

ગૂગલે આ પગલું એવા સમયે ઉપાડ્યુ છે કે જ્યારે ડિજિટલ પ્લેટફોર્મ પર રાજકીય જાહેરાતોને લઇને પારદર્શિતા લાવવાનુ ભારે દબાણ છે. ફેસબુકે ગયા મહિને કહ્યું હતું કે તેઓ રાજકીય જાહેરાતો આપવા માટે પહચાન અને લોકેશનની જાણકારી આપવાનુ ફરજીયાત બનાવશે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments