હવે ટ્રેનમાં મુસાફરી કરતા પ્રવાસીઓને રેલવે ઉધાર ટિકિટ આપશે, 14 દિવસે નાણાં ચૂકવવાના રહેશે

0
49

અમદાવાદ: ટ્રેનમાં મુસાફરી કરતા પ્રવાસીઓ માટે રેલવે વિભાગ દ્વારા ‘બુક નાઉ, પે લેટર’ની યોજના શરૂ કરવામાં આવી છે. જેમા પ્રવાસીઓને રેલવે ઉધારમાં ટિકિટ આપશે. જ્યારે મુસાફરોએ 14 દિવસની અંદર ટિકિટના પૈસા ચૂકવવાના રહેશે. આ યોજના અંતર્ગત પ્રવાસીએ ટ્રેનની ટિકિટ બુક કરતા સમયે ભાડું નહીં ચૂકવવું પડે. પરંતુ ટિકિટ બુકિંગના 14 દિવસમાં સ્વેચ્છિક રીતે ભાડું ચૂકવી શકે છે. નોંધનીય છે કે, અત્યાર સુધી આ સુવિધા માત્ર જનરલ રિઝર્વેશન માટે ઉપલબ્ધ હતી.

ભાડા સાથે 3.5% એકસ્ટ્રા સર્વિસ ચાર્જ ચૂકવવો પડશે
બુક નાઉ પે લેટર યોજના અંતર્ગત મુસાફરોએ યાત્રાના 5 દિવસ પહેલા ટિકિટ બુક કરાવી પડશે, તેમજ ટિકિટ ખરીદ્યાના 14 દિવસમાં પૈસા ચૂકવવાના રહેશે. આ ભાડા ઉપરાંત મુસાફરોએ 3.5% એકસ્ટ્રા સર્વિસ ચાર્જ પણ ચૂકવવાનો રહેશે. જો 14 દિવસ દરમિયાન ભાડું નહીં ચૂકવાય તો IRCTC ભાડા ઉપરાંત દંડ પણ વસુલ કરશે.

ક્રેડિટના આધારે ટિકિટ ઉધાર મળશે
રેલવે વિભાગે IRCTC વેબસાઈટના માધ્યમથી તત્કાલ ટિકિટ બુક કરવા માટે એક નવી સુવિધા શરૂ કરી છે. IRCTC દ્વારા કેટલીક ખાનગી બેંકો સાથે ટાઈઅપ કરવામાં આવ્યો છે. ટિકિટ બુક કરનાર મુસાફરની ક્રેડિટ હિસ્ટ્રી, ઓનલાઈન પેમેન્ટ્સ અને ડિજીટલ ફૂટપ્રિન્ટના આધારે ટિકિટ ઉધાર આપવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here