Tuesday, December 7, 2021
Homeહવે નાણાંકીય વર્ષ જાન્યુઆરી-ડિસેમ્બરનું થઈ શકે છે, સરકાર 152 વર્ષ જૂની પરંપરા...
Array

હવે નાણાંકીય વર્ષ જાન્યુઆરી-ડિસેમ્બરનું થઈ શકે છે, સરકાર 152 વર્ષ જૂની પરંપરા બદલી શકે છે

નવી દિલ્હીઃ સરકાર નાણાંકીય વર્ષને એપ્રિલ-માર્ચના સ્થાને જાન્યુઆરીથી-ડિસેમ્બર સુધીનું કરી શકે છે. 1 ફેબ્રુઆરીના ઈન્ટરીમ બજેટમાં તેની જાહેરાત થઈ શકે છે. ન્યુઝ એજન્સી કોજેન્સિસે આ માહિતી આપી છે. એપ્રિલથી માર્ચ સુધીના નાણાંકીય વર્ષની પરંપરા 152 વર્ષ જૂની છે. તે 1867થી ચાલું છે. નિષ્ણાંતોનું કહેવું છે કે નાણાંકીય વર્ષમાં ફેરફાર થવાથી દેશને ફાયદો થશે. જોકે શરૂઆતમાં કારોબારીઓને થોડી મુશ્કેલીઓ આવી શકે છે.

સરકાર અને નાણાંકીય સંસ્થાઓ નાણાંકીય વર્ષના હિસાબથી ચાલે છે. આમ બજેટ નાણાંકીય વર્ષને ધ્યાનમાં રાખીને ફેબ્રુઆરી મહિનામાં રજૂ કરવામાં આવે છે. જોકે નાણાંકીય વર્ષ જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીનું હશે તો બજેટ રજૂ થવાનું સમય બદલાઈ જશે. સરકારી મંત્રાલય અને વિભાગે તમામ ખર્ચ 31 ડિસેમ્બર પહેલા કરવા પડશે.

ઈન્કમ ટેકસ રિટર્ન ફાઈલ કરવાની તારીખ પણ બદલાઈ જશે.

શું ફાયદો થશે ?

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વિકાસ જૈનના જણાવ્યા પ્રમાણે આંતરાષ્ટ્રીય સ્તરની કંપનીઓને તેનાથી ફાયદો થશે કારણે કે ઘણા અગ્રણી દેશોમાં નાણાંકીય વર્ષ જાન્યુઆરીથી ડિસેમ્બર સુધી ચાલે છે. એવામાં કંપનીઓએ ભારત અને બીજા દેશો માટે અલગ-અલગ નાણાંકીય વર્ષના હિસાબથી પ્લાનિંગ કરવું પડશે નહિ. તેનાથી ભારતમાં કારોબાર સરળ બનશે. દેશની અર્થવ્યવસ્થાના આંકડાઓ બીજા દેશોના આંકડાઓની સરખામણીમાં સરળ થઈ જશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments