હવે ફેસબુક Messenger પર પણ Delete કરી શકો છો મોકલવામાં આવેલા મેસેજ, આ છે પદ્ધતિ

0
43

જો તમે પણ ફેસબુક મેસેન્જરનો ઉપયોગ કરી રહ્યાં છો તો આ સમાચાર તમારા માટે કોઈ ખુશખબરથી ઓછા નથી. ફેસબુકે પોતાના વચનને નિભાવીને મેસેન્જરમાં ‘અનસેન્ડ ફીચર’ એડ કરી દીધુ છે, જેની મદદથી યૂઝર્સ હવે પોતાને મોકલવામાં આવેલા મેસેજને ડિલીટ કરી શકે છે. આ ફીચર એવી રીતે જ કામ કરશે જેમકે વ્હોટ્સએપનુ ડિલીટ ફૉર એવરીવન ફીચર કામ કરે છે, પરંતુ મેસેન્જરમાં મોકલવામાં આવેલા મેસેજને 10 મિનિટની અંદર ડીલીટ કરી દેવુ પડશે.

ખરેખર, હાલમાં કંપનીએ જણાવ્યું હતું કે ટૂંક સમયમાં મેસેન્જરમાં ‘અનસેન્ડ ફીચર’ને એડ કરી દેવામાં આવશે, જેના માટે ટેસ્ટિંગ કરાઈ રહ્યું છે. એવામાં ફેસબુકે પોતાના વચનને નિભાવીને ‘અનસેન્ડ ફીચર’ને મેસેન્જરમાં એડ કરી દીધુ છે. જોકે, મેસેન્જરમાં ડીલીટનુ ઑપ્શન પહેલા પણ હતું, પરંતુ તેમાં યૂઝર્સ ફક્ત પોતાના મેસેજને ડીલીટ કરી શકતા હતાં.

આ રીતે કરશે કામ

ધારોકે જો તમે પોતાના નજીકના મિત્રને મેસેન્જરમાં મેસેજ કરો, પરંતુ તમે તેને ડિલીટ કરવા ઈચ્છો છો તો તેના માટે તમારે એવા મેસેજ થોડા વખત સુધી ટેપ કરવુ પડશે. ત્યારબાદ તમારે રિમૂવ ફૉર એવરીવન અને રિમૂવ ફૉર યૂ દો ઑપ્શન દેખાશે, જેનાથી તમે કોઈ પણ ઑપ્શન પર સિલેક્ટ કરી મોકલવામાં આવેલા મેસેજ ડીલીટ કરી શકશો.

જોકે, કંપનીએ પોતાના આ ફીચરને આઈઓએસ (iOS) અને એન્ડ્રૉઈડ યૂઝર્સ માટે રોલઆઉટ કરવાનુ શરૂ કરી દીધુ છે અને ટૂંક સમયમાં મેસેન્જર માટે નવા વર્ઝનને યૂઝર્સ ડાઉનલોડ કરી શકશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here