Monday, October 18, 2021
Homeહવે માત્ર 153 રૂપિયામાં મેળવો અનલિમિટેડ ચેનલ્સ, આ છે શાનદાર ઓફર
Array

હવે માત્ર 153 રૂપિયામાં મેળવો અનલિમિટેડ ચેનલ્સ, આ છે શાનદાર ઓફર

દેશની સૌથી મોટી ડીટીએચ સર્વિસ ઓપરેટર્સ ડિશ ટીવીએ 153 રૂપિયાના બેઝ પેકમાં અનલિમિટેડ ફ્રી-ટૂ-એર ચેન્લસ આપવાની જાહેરાત કરી છે. કંપનીએ કહ્યું છે કે આ ચેનલો માટે કોઇ વધારાનો ચાર્જ લેવામાં આવશે નહીં, જણાવી દઇએ કે તાજેતરમાં ટેલિકૉમ રેગ્યુલેટરી ઓથૉરિટી ઑફ ઇન્ડિયાએ ઓછામાં ઓછી 100 ચેન્લસની સુવિધા પૂરી પાડવાનો આદેશ આપ્યો હતો. જો કે ટ્રાઇએ એવું પણ કહ્યું હતું કે એના માટે સબ્સક્રાઇબ્ર્સને ઓછામાં ઓછી એક પેડ ચેનલને ખરીદવી પડશે.

આ સાથે જ હવે ગ્રાહકોને વધારાની નેટવર્ક કેપેસિટી ફી પણ આપવી પડશે. ફ્રી-ટૂ-એર ચેનલ્સને જોનાર ગ્રાહકો માટે બિલમાં ઘટાડો આવશે. ડિશ ટીવીએ પોતાના પેકને ‘મેરા અપના પેક’ નામ આપ્યું છે. સાથે જ કંપનીએ એવું પણ સ્પષ્ટ કરી દીધું છે કે 25 ફરજીયાત ચેનલ જેમાં જૂરદર્શન ચેનલ્સ છે, એના માટે પણ નેટવર્ક કેપિસિટી ફી વસૂલ કરવામાં આવશે. અત્યાર સુધી તમામ કેબલ ટીવી અને ડીટીએચ ઑપરેટર્સ પહેલા 100 ચેનલો માટે 130 રૂપિયા ચાર્જ કરતા હતા. આ ચેનલ્સને કોઇ પેકની સાથે પસંદ કરી શકો છો. એમાં દૂરદર્શનની 25 ચેનલ ફરજીયાત છે.

ડિશ ટીવીની આ ઑફરમાં 130 ચેનલોના બેઝ પેક પર કોઇ ચાર્જ લાગશે નહીં, ભલે ટ્રાઇના નિયમો હેઠળ 100 ચેનલ આપવી ફરજીયાત છે. ડિશ ટીવી એ કહ્યું કે જો કોઇ માત્ર ફ્રી-ટૂ-એર ચેનલ જ પસંદ કરે છે તો પણ એના માટે નેટવર્ક કેપેસિટી ફી 130 રૂપિયા અને જીએસટી જ આપવો પડશે.

આ વર્ષે ફેબ્રુઆરીમાં લાગૂ થયેલા ટ્રાઇના નિયમો અનુસાર જો કોઇ ગ્રાહક 100 ચેનલથી વધારે ચેનલને પસંદ કરે છે તો એના માટે પ્રતિ 25 ચેનલો પર 20 રૂપિયાની વધારાની ફી આપવી પડશે. જેને નેટવર્ક કેપેસિટી ચાર્જ કહેવામાં આવે છે. સાથે 16 વધારાની ચેનલો માચે 1 રૂપિયા પ્રતિ ચેનલ નેટવર્ક કેપેસિટી ફી તરીકે ચાર્જ કરાશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments