Monday, January 24, 2022
Homeહવે 28મી ફેબ્રુઆરી બાદ કોઈ અધિકારીઓની બદલી નહીં થાય, જાણો કેમ ?
Array

હવે 28મી ફેબ્રુઆરી બાદ કોઈ અધિકારીઓની બદલી નહીં થાય, જાણો કેમ ?

દેશમાં લોકસભાની ચૂંટણીની તારીખની એલાનનું કાઉન્ટડાઉન શરૂ થયુ છે. દેશના ચૂંટણી પંચે રાજ્યોના ડીજીપી અને મુખ્ય સચિવોને પત્ર લખી 28મી ફેબ્રુઆરી બાદ અધિકારીઓની બદલી ન કરવા દિશા નિર્દેશ આપ્યા છે. લોકસભાની ચૂંટણીને હવે અઢી મહિના જેટલો સમય વધ્યો છે. જેથી સરકાર પાસે કામ કરવા માટે એક મહિનાનો સમય વધ્યો છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ચૂંટણી પંચ એક માસમાં લોકસભાની ચૂંટણીની જાહેરાત કરી શકે છે. ચૂંટણીની તારીખ જાહેર થતાની સાથે આદર્શ આચાર સહિતા લાગુ થશે. જે બાદ અધિકારીઓની બદલી કરી શકાય નહી.

મહત્વપૂર્ણ છે કે, 2014માં બહુમત સાથે ભાજપ સત્તામાં આવી હતી. પરંતુ આ વખતે મોદી સરકારને વિપક્ષ દ્વારા બરાબરની ટક્કર મળવાની છે. કેમ કે, વિરોધી પાર્ટીઓ લોકસભાની ચૂંટણી પહેલા ગઠબંધન કરી રહી છે. જે ભાજપની મુશ્કેલી વધારી શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular