Wednesday, September 22, 2021
Homeહવે BSNL ઇન્ટરનેટ ચાલશે હવા અને પાણીમાં, સરકાર દ્વારા મળ્યું લાઇસન્સ
Array

હવે BSNL ઇન્ટરનેટ ચાલશે હવા અને પાણીમાં, સરકાર દ્વારા મળ્યું લાઇસન્સ

સરકારી દૂરસંચાર કંપની BSNLનું ઇન્ટરનેટ હવે હવા અને પાણીમાં પણ ચાલશે. કંપનીને દૂરસંચાર મંત્રાલય દ્વારા આને માટે લાઇસન્સ મળી ગયેલ છે. કંપની પોતાની વિદેશી પાર્ટનર ઇનમારસૈટનેન આધારે લોકોને આ સુવિધા ઉપલબ્ધ કરાવશે.

ભારતીય હવાઇ કંપનીઓ કરી શકશે પ્રયોગઃ
બીએસએનએલનાં ઇન્ટરનેટનો પ્રયોગ તે તમામ એરલાઇન્સ કરી શકશે, જે ભારતમાં પરિચાલન કરે છે અથવા તો પછી ભારતીય હવાઇ સીમાથી ઉડીને વિદેશમાં જાય છે. કંપનીઓ બીએસએનએલનાં કેએ બૈંડ, સ્વિફ્ટ બ્રોડબૈંડ અને ફ્લીટ બ્રોડબૈંડ સેવા લઇ શકશે. આ સેવા ભારતીય સમુદ્રી સીમામાં પરિચાલન કરી રહેલ પાણીનાં જહાજો પર પણ લાગુ થશે.

આ વર્ષનાં અંત સુધી શરૂ થશે સેવાઃ
ઇનમારસેટ અને બીએસએનએલ આ વર્ષનાં અંત સુધી પોતાની સેવાઓને શરૂ કરી દેશે. આને માટે કંપની પોતાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર લગાવવાનું કામ શરૂ કરવા જઇ રહી છે.

યાત્રીઓને મળશે ઓન બોર્ડ વાઇફાઇઃ
અત્યાર સુધી ભારતમાં યાત્રીઓને વિમાનમાં સફર દરમ્યાન વાઇફાઇની સુવિધા નથી મળતી. જો કે હાલમાં લુફ્થાંસા, કતર એરવેઝ અને સ્પાઇસજેટે પોતાનાં વિમાનોમાં વાઇફાઇની સુવિધા આપવાની જાહેરાત કરી છે. આ શરૂઆત બાદ યાત્રી ઇન્ટરનેટને આધારે વીડિયો જોઇ શકશે અને પોતાનાં જરૂરી કામ પણ કરી શકશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments