Thursday, August 11, 2022
Homeહશે કમલનાથ સરકાર, એવા નિયમો કર્યા કે હવે આલતુ-ફાલતુ લોકો ભગવો પહેરીને...
Array

હશે કમલનાથ સરકાર, એવા નિયમો કર્યા કે હવે આલતુ-ફાલતુ લોકો ભગવો પહેરીને ઓમ ઓમ નહીં કરી શકે

- Advertisement -

મધ્યપ્રદેશમાં કોઈ પણ વ્યક્તિ માંસ અથવા દારૂ પીતો હશે તો એ વ્યક્તિને સત્તાવાર રીતે મંદિરમાં પૂજારીની પોસ્ટ મળી શકશે નહીં. આ ઉપરાંત આઠમા ધોરણના પાસ સાથે પૂજારીને પૂજા પદ્ધતિની પ્રમાણપત્ર પરીક્ષા પણ પાસ કરવી પડશે. કારણ કે રાજ્ય સરકારે મંદિરોમાં પૂજારીની નિમણૂંક માટેના માપદંડો નક્કી કર્યા છે.

રાજ્ય વિભાગના આધ્યાત્મિક વિભાગે પૂજારીઓની નિયુક્તિ, પાત્રતા, ભરતીની પ્રક્રિયા, તેમની ફરજ, જવાબદારી, પોસ્ટમાંથી કાઢી મૂકવાની અને ખાલી જગ્યા પરની વ્યવસ્થા અંગે નિયમો બનાવ્યા છે.

પૂજારીના પદ માટે ફરજિયાત તે વ્યક્તિ 18 વર્ષનો હોવો જોઈએ અને તે ઓછામાં ઓછા આઠમા ધોરણ સુધી અભ્યાસ કરેલો હોવો જોઈએ.

પૂજારીના પોસ્ટમાં એવા વ્યક્તિની નિયુક્તિ કરવામાં આવશે, જે શુદ્ધ શાકાહારી હોય અને દારૂ પીતો ન હોય અને તેના પર કોઈ ગુનો ન કરેલો હોય.

તેમણે ઉપાસના પદ્ધતિના પ્રમાણપત્રની પરિક્ષા પાસ કરેલી હોય અને તેમને ઉપાસનાની પદ્ધતિની જાણકારી હોવી જોઈએ. દેવસ્થાનની જમીન અથવા અન્ય સંપત્તિ પર અતિક્રમણનો કોઈ દોષી ન હોવો જઈએ.

પિતા પૂજારી હોવાના કિસ્સામાં તે જ પરિવારના પુત્ર અને અરજદારને અન્ય તમામ લાયકાતો પૂરી કર્યા પછી પસંદગી આપવામાં આવશે. આશ્રમમાં, મઠમાં સંપ્રદાય વિશેષ અથવા અખાડા વિશેષ પૂજારીની પરંપરા રેહશે.

આ રીતે થશે ભરતી

કોઈ પણ જગ્યાએ પૂજારીની જગ્યા ખાલી થવાના કિસ્સામાં, સંબંધિત પેટા-વિભાગીય અધિકારીએ નિયત સ્વરૂપમાં અરજી સબમિટ કરવી પડશે. એફિડેવિટ સાથે સપથ પત્ર પર હસ્તાક્ષર પણ આપવા પડશે. પંદર દિવસોમાં પેટા વિભાગીય અધિકારી પૂજારીના નામો જાહેર કરી વાંધાએ રજૂ કરશે. જ્યારે વાંધો નહીં આવે ત્યારે પટવારી, નાયબ તહસીલદાર અને તહસીલદારની રિપોર્ટ લેવા માટે પીજારીની નિમણૂંક કરવામાં આવશે.

પોસ્ટમાંથી દૂર પણ કરી શકાય છે

જો કોઈ તંદુરસ્ત ન રહે, દેવસ્થાનની ચાલતી મિલકતમાં પોતાનો હક જમાવવાની ટ્રાય કરે, ચરિત્રમાં કોઈ ખોટ આવે, દેવસ્થાનની સેવા, ઉપાસનામાં લાપરવાહી, તેમજ ગવર્નરના આદેશોની અવગણના કરશે તો દૂર કરવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular