Sunday, November 28, 2021
Homeહાઇકોર્ટનો નિર્દેશઃ સ્નાન કરતી મહિલાઓનો ફોટો સમાચાર-ટીવીમાં દર્શાવવા પર કાર્યવાહી થશે
Array

હાઇકોર્ટનો નિર્દેશઃ સ્નાન કરતી મહિલાઓનો ફોટો સમાચાર-ટીવીમાં દર્શાવવા પર કાર્યવાહી થશે

પ્રયાગરાજ : સમાચાર અને ટીવી પર સ્નાન કરતી મહિલાઓના ફોટોગ્રાફ દર્શાવવા પર અલ્હાબાદ હાઇકોર્ટે આજે મેળા અધિકારીને કડક ભાષામાં ઠપકો આપ્યો છે. કોર્ટે નિર્દેશ કર્યો છે કે, આવું કરનારાઓ પર કાર્યવાહી કરવામાં આવે. આ મામલે 5 એપ્રિલના રોજ આગામી સુનવણી થશે. વકીલ અસીમ કુમારની અરજી પર જસ્ટિસ પીકેએસ બઘેલ અને પંકજ ભાટીયાની પેનલે સુનવણી કરી. કોર્ટે મેળા અધિકારીને પુછ્યું, જ્યારે સ્નાન ઘાટથી 100 મીટરના ક્ષેત્રમાં ફોટોગ્રાફી પર પ્રતિબંધ છે, તો પણ આવું કેમ થઇ રહ્યું છે? આ પ્રતિબંધનું સખત પાલન કરાવો.

1000 CCTVથી મોનીટરીંગ

પ્રશાસને 1000થી વધુ સીસીટીવી કેમેરાની મદદથી આખા ક્ષેત્રનું મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. આખા વિસ્તાર પર નજર રાખવા માટે 40 સર્વેલન્સ ટાવરનું નિર્માણ કર્યુ છે. મેળામાં રાજ્ય પોલીસ ફોર્સ, પીએસી અને કેન્દ્રિય રિઝર્વ પોલીસ ફોર્સના અંદાજિત 22,000 જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે. ઇમરજન્સીને પહોંચી વળવા માટે આખા મેળા ક્ષેત્રમાં 40 પોલીસ ચોકી, 3 મહિલા પોલીસ ચોકી અને 60 પોલીસ ચોકીઓની સ્થાપના કરવામાં આવી છે. આ સિવાય 4 પોલીસ લાઇન પણ બનાવવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments