હાઇવે પર સ્ત્રીના વેશમાં વાહનચાલકોને રોકી લૂંટ ચલાવતી ડફેર ગેંગ ઝડપાઇ, 4 બંદૂક સહિતનો મુદામાલ જપ્ત

0
1
પોલીસે આરોપીઓ પાસેથી 3 જામગરી બંદૂક, 4 છરી, 4 બાઇક અને ફોન સહિતનો મુદામાલ જપ્ત કર્યો
પોલીસે આરોપીઓ પાસેથી 3 જામગરી બંદૂક, 4 છરી, 4 બાઇક અને ફોન સહિતનો મુદામાલ જપ્ત કર્યો.
  • આરોપીઓ ઝડપાતા અમદાવાદ, મોરબી અને આણંદ સહિત ચાર જગ્યાએ લૂંટ સહિતના ગુનાના ભેદ ઉકેલાયા
  • પોલીસે આરોપીઓ પાસેથી 3 જામગરી બંદૂક, 4 છરી, 4 બાઇક અને ફોન સહિતનો મુદામાલ જપ્ત કર્યો

અમદાવાદ. રાજ્યના હાઇવે પર સ્ત્રીનો વેશ ધારણ કરી વાહનચાલકોને રોકી લૂંટ મચાવતી ડફેર ગેંગને અમદાવાદ ગ્રામ્ય એલસીબી/એસઓજીની ટીમે ઝડપી પાડી છે. પોલીસે આરોપીઓ પાસેથી 3 જામગરી બંદૂક, 4 છરી, 4 બાઇક અને ફોન સહિતનો મુદામાલ જપ્ત કર્યો છે. આરોપીઓ ઝડપાતા અમદાવાદ, મોરબી અને આણંદ સહિત ચાર જગ્યાએ લૂંટ સહિતના ગુનાના ભેદ ઉકેલાયા છે.

અમદાવાદ જિલ્લા અને આસપાસના જિલ્લામાં હાઇવે પર લૂંટ કરતી ગેંગ સક્રિય હોવાને લઇ અમદાવાદ ગ્રામ્ય એસઓજી અને એલસીબીની ટીમોએ તપાસ શરૂ કરી હતી. ટેક્નિકલ સર્વેલન્સ બને હ્યુમન ઇન્ટેલિજન્સના મારફતે સાણંદ તાલુકાના રેથળ ગામની સીમમાં ચાર ડફેરની ધરપકડ કરી હતી. ચારેય પાસેથી 3 જામગરી બંદૂક, 4 છરી, 4 બાઇક અને ફોન મળી આવ્યા હતા જે લૂંટમાં વાપરવામાં આવતા હતાં. ચારેય આરોપીઓ રાતે બાઇક લઇ હાઇવે પર જતાં હતાં. દૂર બાઇક પાર્ક કરી સ્ત્રીના વેશમાં રોડ પર ઉભા રહેતા અને વાહનચાલકોને રોકી પછી લલચાવી ઝાડીઓમાં લઇ જઇ લૂંટ ચલાવી ફરાર થઈ જતા હતા. ચારેય આરોપીઓએ સોલા, મોરબીના માળીયા અને આણંદના તારાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કરેલી લૂંટ સહિતના ગુનાના ભેદ ઉકેલાયા છે. બે આરોપીઓ અગાઉ લૂંટ સહિતના ગુનામાં ઝડપાઇ ચુક્યા છે.

ઝડપાયેલાં આરોપીઓ
– આમેદ સિંધી (ડફેર)
– અલ્લારખા સિંધી
– ભૂરા સિંધી
– ગની સિંધી

(તમામ રહે. ડફેર ગામનો ડંગો, રેથળ ગામની સીમમાં, સાણંદ )