હાઈએલર્ટ : યુદ્ધની સ્થિતિમાં અમુક કલાકો સુધી એરપોર્ટ બંધ રખાયા, હવે ઉડાન શરૂ કરવાનો આદેશ અપાયો

0
17

નવી દિલ્હી: પુલવામા આતંકી હુમલા પછી ભારતીય વાયુસેનાની એર સ્ટ્રાઈક પછી પાકિસ્તાન તરફથી સીમા પર સતત સીઝફાયર કરવામાં આવ્યું હતું. હુમલા પછીથી જ પાકિસ્તાન તરફથી એલઓસી પર ગોળીબાર દરમિયાન પાકિસ્તાની લડાકૂ વિમાને ભારતીય વાયુસીમાનું ઉલ્લંઘન કર્યું હતું અને સીમામાં તેમને 2 વિમાન ઘૂસી ગયા હતા. પાકિસ્તાનીન આ હરકત પછી જમ્મુ-કાશ્મીર અને પંજાબના તમામ 8 એરપોર્ટ પર દરેક ઉડાન રદ કરી દેવામાં આવી હતી. આ ઉપરાંત ઉત્તરાખંડના દેહરાદૂનનું એરપોર્ટ પણ બંધ કરી દેવામાં આવ્યું હતું. અમુક કલાકો સુધી આ એરપોર્ટ પર ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ઉડાન રદ કરવામાં આવી હતી. જોકે બપોરે 3 વાગે દરેક એરપોર્ટ પર ઉડાનને રેગ્યુલર ચાલુ કરી દેવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

ક્યાં કયા એરપોર્ટ પર ઉડાન બંધ કરવામાં આવી હતી: રાજ્યના લેહ, જમ્મૂ, શ્રીનગર અને પઠાણકોટના એરપોર્ટને હાઈએલર્ટ પર રાખવામાં આવ્યા હતા. સુરક્ષાને ધ્યાનમાં રાખીને એરસ્પેસ બંધ કરી દેવામાં આવ્યું હતું. અહીં ઘણાં ઈકોનોમિક વિમાનોની ઉડાન પણ રદ કરી દેવામાં આવી હતી. ભારતીય એરપોર્ટ ઓથોરિટી સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા પ્રમાણે જમ્મુ-કાશ્મરી સિવાય પંજાબનું અમૃતસર એરપોર્ટ અને ઉત્તરાખંડનું દેહરાદૂન પણ બંધ કરી દેવામાં આવ્યું હતું.

પાકિસ્તાની જેટ ફાઈટર વિમાને ભારતીય વાયુસીમાનું ઉલ્લંઘન કરીને લાઈન ઓફ કંટ્રોલ પાસે 4 જગ્યાએ પેલોડ પાડ્યાં છે. ભારતીય વાયુસેનાની ગતિવિધિઓના કારણે શ્રીનગર એરપોર્ટ પરના ઈકોનોમિક ઉડાન પણ રદ કરી દેવામાં આવી હતી. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા પ્રમાણે સામાન્ય નાગરિકો માટે રનવે આગામી 3 કલાક સુધી બંધ કરી દેવામાં આવ્યો હતો.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાને પણ તાત્કાલિક તેમની હવાઈ સેવા બંધ કરી દીધી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે લાહોર, મુલતાન, ફૈઝાલાબાદ, સિયાલકોટ અને ઈસ્લામાબાદ એરોપર્ટ પરથી સ્થાનિક અને ઈન્ટરનેશનલ ઉડાન રદ કરી દેવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here