- Advertisement -
ભુજઃ પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઈક કર્યા પછી દેશમાં સિક્યુરીટી હાઈએલર્ટ જાહેર કરાયું છે. આ પરિસ્થિતી વચ્ચે મંગળવારે મોડી રાત્રે કચ્છની રણસરહદેથી 50 વર્ષીય પાકિસ્તાની ઘુસણખોર પકડાયો છે. BSFની ટીમના પેટ્રોલિંગમાં 1050નંબરના પીલર નજીકથી ઘુસણખોર ચોરી-છુપીથી ઘુસી રહ્યો હતો.
BSFની ટીમે પેટ્રોલિંગ વખતે કાંટાળા તારને ક્રોસ કરતાં એક વ્યક્તિ દેખાયો હતો. આ વ્યક્તિ ભારત તરફ આગળ વધતાં BSFએ ઘેરી લીધો હતો. ત્યારબાદ સઘન પુછપરછ કરતાં ઘુસણખોર હોવનું ધ્યાને આવ્યું છે. ઘુસણખોરી બાદ કચ્છ સરહદની સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે.