Saturday, September 25, 2021
Homeહાઈકોર્ટે અરજી ફગાવતા ભગવાન બારડે સુપ્રીમનો દરવાજો ખખડાવ્યો, સોમવારે સુનાવણી
Array

હાઈકોર્ટે અરજી ફગાવતા ભગવાન બારડે સુપ્રીમનો દરવાજો ખખડાવ્યો, સોમવારે સુનાવણી

અમદાવાદ: તાલાલા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભગવાન બારડને કોર્ટે સજા કર્યા બાદ તેમના સસ્પેન્શન અને તાલાલાની પેટાચૂંટણી જાહેર કરવા મામલે ગઈકાલે હાઈકોર્ટે બારડની અરજી ફગાવી હતી. જેથી ભગવાન બારડે સુપ્રીમના દરવાજા ખટખટાવ્યા છે. આ મામલે સોમવારે સુપ્રીમકોર્ટમાં સુનાવણી થશે.

લોકસભા ચૂંટણી અને તાલાલા પેટાચૂંટણી એકસાથે: હાઈકોર્ટના આદેશ બાદ હવે લોકસભાની સાથે જ 23 એપ્રિલના રોજ તાલાલા બેઠકની પેટાચૂંટણી યોજાશે. ઉલ્લેખનીય છે કે, ભગવાન બારડને ખનીજ ચોરી કેસમાં સુત્રાપાડા કોર્ટે બે વર્ષ 9 માસની સજા ફટકારતા વિધાનસભા અધ્યક્ષે ધારાસભ્ય પદેથી સસ્પેન્ડ કર્યા હતાં.

15 માર્ચે હાઈકોર્ટે સજાના અમલ પરનો સ્ટે હટાવ્યો: 15 માર્ચના રોજ હાઈકોર્ટે વેરાવળ સેશન્સ કોર્ટે સજાના અમલ પર મુકેલા સ્ટેને રદ કર્યો હતો. તેમજ કેસને ફરી ચલાવવા માટે આદેશ આપ્યો હતો. આ પહેલાં ભગવાન બારડે સુત્રાપાડા કોર્ટે ફટકારેલી 2 વર્ષ 9 માસની સજા સામે વેરાવળ સેશન્સ કોર્ટમાં અપીલ કરી હતી. ત્યાર બાદ સેશન્સ કોર્ટે સુત્રાપાડા કોર્ટે ફટકારેલી સજાના અમલ પર સ્ટે આપ્યો હતો.

2.83 કરોડની ખનીજ ચોરી મામલે સજા થઈ હતી: 1995ના ખનીજ ચોરીના કેસમાં સુત્રાપાડા કોર્ટે ભગવાન બારડને બે વર્ષ 9 માસની સજા ફટકારી હતી. લગભગ 25 વર્ષ પહેલા સુત્રાપાડાની ગૌચર જમીન મામલે બારડ સામે 2.83 કરોડની ખનીજ ચોરીનો ગુનો નોંધાયો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments