Tuesday, December 7, 2021
Homeહાઈકોર્ટે માનસિક બીમાર ગણી માતા-પિતા અને પુત્રીના હત્યારાની મૃત્યુદંડની સજા રદ કરી
Array

હાઈકોર્ટે માનસિક બીમાર ગણી માતા-પિતા અને પુત્રીના હત્યારાની મૃત્યુદંડની સજા રદ કરી

અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટે ખેરાલુ તાલુકાના મલારપુરામાં માતા, પિતા અને પુત્રીની કુહાડીના ઘા ઝીંકી હત્યા કરનાર દોષિતની મૃત્યુદંડની સજા રદ કરી છે. તેની સાથે સાથે જ તે સમજદાર છે કે નહીં તે અંગે યોગ્ય તપાસ કર્યા બાદ ફેર સુનાવણી કરવા આદેશ આપ્યો છે. આ પહેલા વિસનગર સેશન્સ કોર્ટે આરોપીની ઈન્ટેન્સિટીને ધ્યાનમાં નહીં લીધી હોવાનું જોતા હાઈકોર્ટે ફેરસુનાવણી કરવા આદેશ આપ્યો છે. ટ્રાયલ દરમિયાન આરોપી નાગજીજી ઠાકોરની  માનસિક બીમારીની સારવાર કરાઈ હતી. કાયદા પ્રમાણે કોઇ વ્યક્તિ માનસિક બીમારીથી પીડાતી હોય તો તેની સામે કાર્યવાહી કરી શકાય નહીં, કારણ કે આ સ્થિતમાં તે પોતાના બચાવ પક્ષમાં કંઇ કહી શકે નહીં.

દોષિતે હત્યા બાદ બે પોલીસ કોન્સ્ટેબલને પણ લોહીલુહાણ કર્યા હતા

હાઈકોર્ટનો ટ્રાયલ કોર્ટને આદેશ
ટ્રાયલ કોર્ટે CRPCની કલમ 329ની જરૂરી પ્રક્રિયાનું પાલન કર્યું નહોતું કે જેના દ્વારા તે નક્કી કરાય કે આરોપી માનસિક બીમારીથી પીડાઇ છે કે કેમ અને તે પોતાના બચાવ પક્ષમાં કંઈક કહી શકે છે કે કેમ. ત્યારબાદ આ સુનાવણીને આગળ વધારાઈ અને શખ્સને મોતની સજા સંભળાવાઈ. જેથી હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટને  આરોપી માનસિક બીમારીથી પીડિત છે તે અંગે તપાસ કર્યા બાદ ફેરસુનાવણી હાથ ધરવા આદેશ આપ્યો છે.
રાજ્ય સરકારે શું કહ્યું?
રાજ્ય સરકારે બચાવપક્ષમાં હાઈકોર્ટને જણાવ્યું કે જે સમયે શખ્સ પર આરોપ લાગ્યા તે સમયે નાગજીજીમાં માનસિક બીમારીના કોઇ લક્ષણ જોવા મળ્યા નહોતા. ત્યાર બાદ હાઈકોર્ટે જણાવ્યું કે જો બચાવ પક્ષના વકીલે આ વિશે ટ્રાયલ કોર્ટને ન જણાવ્યું હોય તો કોર્ટને રેકોર્ડ્સને ધ્યાનથી વાંચવા જોઈએ અને તે બાદ CRPCની કલમ 329 મુજબ પ્રમાણે આરોપો નક્કી કરવા જોઈએ.
ટ્રાયલ કોર્ટે કેસને રેરેસ્ટ ઓફ રેર ગણ્યો હતો
આ અંગે વિસનગર સેશન્સ કોર્ટમાં સરકારી વકીલ પી.કે.દવેએ જણાવ્યું સદર કેસ રેરેસ્ટ ઓફ રેર કેસ તરીકે ગણવા માટે સુપ્રિમ કોર્ટના લેન્ડમાર્ક જજમેન્ટ તેમજ બીજા સુપ્રિમ કોર્ટના જજમેન્ટ રજૂ કરી ફાંસીની સજાની માંગણી કરવામાં આવી હતી.જેને કોર્ટે માન્ય રાખી હતી.
શું હતો સમગ્ર મામલો
એપ્રિલ 2015માં 30 વર્ષના નાગજીજી ઠાકોરે માતા મંછીબેન બાબુજી ઠાકોર (50), પિતા બાબુજી નાથુજી ઠાકોર (55), દીકરી ધરતી નાગજીજી ઠાકોર(3)ને કુહાડીના ઘા ઝીંકી હત્યા કરી હતી. તેમજ પત્ની દક્ષાબેન નાગજીજી ઠાકોર સહિત બે પોલીસ કોન્સ્ટેબલ તેમજ એક કુટુંબી યુવાનને કુહાડી મારી ગંભીર ઈજા પહોંચાડી હતી.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments