હાઈ બ્લડ પ્રેશર અને કોલેસ્ટેરોલથી પીડિત દર્દી માટે ટામેટાંનો રસ ફાયદાકારક સાબિત થાય છે

0
36

હેલ્થ ડેસ્કઃ જો તમે હાઈ બ્લડ પ્રેશર અને કોલેસ્ટેરોલની સમસ્યાથી પીડાતા હો તો ટામેટાંમાં મીઠું નાખ્યા વગરનો રસ પીઓ. આ રસ શરીર માટે ફાયદાકારક સાબિત થાય છે. તેમજ ટામેટાંનો રસમાં હૃદય સંબંધિત રોગો થવાનું જોખમ ઘટાડે છે.

ફૂડ સાયન્સ એન્ડ ન્યુટ્રિશન જર્નલમાં પ્રકાશિત થયેલા આ સંશોધન માટે 184 પુરુષો અને 297 સ્ત્રીઓને એક વર્ષ સુધી ટામેટાંનો મીઠું નાખ્યા વગરનો રસ પીવડાવામાં આવ્યો. જાપાનની ટોક્યો મેડિકલ અને ડેન્ટલ યુનિવર્સિટીના સંશોધકોના જણાવ્યા પ્રમાણે, અભ્યાસના અંતે હાઈ બ્લડ પ્રેશરથી પીડિત 94 પ્રતિભાગીઓના બ્લડ પ્રેશરમાં ઘટાડો થયેલો જોવા મળ્યો.

આ ઉપરાંત, જે લોકો હાઈ કોલેસ્ટ્રેરોલથી પીડિત હતા તેવા 125 પ્રતિભાગીઓનું લો-ડેન્સિટી લિપોપ્રોટીન્સ (LDL) કોલેસ્ટેરોલ સ્તર 155.0 મિલીગ્રામ પ્રતિ ડેસીલિટરથી ઘટીને 149.9 મિલીગ્રામ પ્રતિ ડેસીલિટર થઈ ગયું.

સંશોધનકારો અનુસાર ટામેટાં અથવા તેમાંથી બનતી પ્રોડક્ટને લઇને હૃદય સંબંધિત રોગો પર શું અસર થાય છે એ અભ્યાસ પહેલીવાર કરવામાં આવ્યો છે. આ અભ્યાસમાં એક વર્ષનો સમય લાગ્યો હતો અને તેમાં વિવિધ વય જૂથના લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

તાજેતરમાં જ ટામેટાંને લઇને થયેલા અન્ય એક સંશોધનમાં પણ જાણવા મળ્યું છે કે ટામેટું કેન્સર રોકવા માટે મદદરૂપ સાબિત થાય છે. આ સંશોધનના પરિણામોમાં એ વાત જાણવા મળી કે, જો એક અઠવાડિયાંમાં ઓછામાં 10 ટામેટાં ખાવામાં આવે તો કેન્સર થવાની શક્યતા 45% સુધી ઘટી જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here