Thursday, March 28, 2024
Homeહાથમાં વધારે પડતો પસીનો થાય છે તો કરો આ ઉપાય
Array

હાથમાં વધારે પડતો પસીનો થાય છે તો કરો આ ઉપાય

- Advertisement -

કેટલીક વખત લો બ્લડ પ્રેશર અથવા હાઇપરહાઇડ્રોસિસના કારણે હાથમાં પરસેવો થવા લાગે છે. પરસેવો એટલો બધા થઇ જાય છે કે બીજાની સામે શરમ આવવા લાગે છે. જો તમે પણ આ સમસ્યાથી પરેશાન રહો છો તો આ ઘેલૂ ઉપાયથી અપનાવીને છુટકારો મેળવી શકો છો. જો કે ઘરેલૂ નુસ્ખા આ સમસ્યાનો કાયમી ઇલાજ નથી પરંતુ એને ઘણી હદ સુધી દૂર કરવામાં મદદ મળી શકે છે.

1. ટેલ્કમ પાઉડર
જો હથેળીઓમાં સામાન્ય પરસેવો થાય છે તો પરસેવા વાળી જગ્યા પર તમે ટેલ્કમ પાઉડર લગાવી શકો છો, જે ભેજને શોષી લે છે. તમારી બેગમાં પાઉડર હંમેશા રાખોકારણ કે જરૂર પડવા પર તમે એનો ઉપયોગ કરી શકો.

2. તમાલપત્ર અથવા બટાકા
જે લોકાને હાથમાં વધારે પરસેવો થાય છે એ લોકાએ તમાલપત્રનો ઉપયોગ કરવો જોઇએ. એના માટે થોડું તમાલપત્ર લઇને પાણીમાં સારી રીતે ઉકાળી દો અને આ પાણીનું ઠંડું થયા બાદ હથેળી પર લગાવો. આ ઉપરાંત કાચા બટાકાની સ્લાઇસ સમારીને હથેળી પર મસળો. આવું કરવાથી તમારા હાથ પર પરસેવો થવાનું ઓછું થઇ જશે.

3. બેકિંગ સોડા અને ટી બેગ
ગરમ પાણીમાં થોડો બેકિંગ સોડા મિક્સ કરીને એમાં તમારા પરસેવા વાળા હાથને ડુબાડો. આવું થોડીક મિનીટો માટે જ કરો પછી જુઓ કે એમાંથી હાથ બહાર નિકાળ્યા બાદ તમને અમુક કલાકો સુધી હાથમાં પરસેવો થશે નહીં. આ ઉપરાંત એક બાઉલમાં પાણી નાંખીને એમાં 4 5 ટી બેગ નાંખો અને તમારી હથેળીને પલાળી દો. આ પ્રાકૃતિક રૂપથી તમારા હાથનો પરસેવો કંટ્રોલમાં રાખશે.

4. આલ્કોહોલ
આલ્કોહોલમાં કોટન ડૂબાળીને એને તમારી હાથ પર રગડો. થોડીક જ ક્ષણોમાં હથેળીનો પરસેવો સૂકાઇ જશે. પરંતુ એ વાતનું ધ્યાન રાખો કે એને વધારે રગડવાથી તમારી સ્કીન ડ્રાય થઇ જશે.

5. અન્ય ઉપાય 
જે લોકાને પરસેવો વધારે થાય છે, એ લોકાએ રોજે ટામેટાનો સૂપ પીવો જોઇએ, એવું કરવાથી પણ પરસેવો થઇ જવાનું ઓછું થઇ જાય છે. આ ઉપરાંત ચા અથવા કોફી છોડી દેવી જોઇએ અને એની જગ્યાએ ગ્રીન ટી નો ઉફયોગ કરવો જોઇએ. ગ્રીન ટી પીવાથી પરસેવો થવાની ફરીયાદ ઓછી થઇ જાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular