Saturday, April 20, 2024
Homeહાથ કરતા કોણી છે કાળી, તો ઘરેલૂ ઉપાયથી દૂર કરો કાળાશ
Array

હાથ કરતા કોણી છે કાળી, તો ઘરેલૂ ઉપાયથી દૂર કરો કાળાશ

- Advertisement -

ઘણાં લોકોની કોણી તેમના હાથ કરતાં વધારે કાળી હોય છે. સ્ત્રી હોય કે પુરૂષો બંનેમા આ પ્રકારની સમસ્યા જોવા મળે છે. જેના કારણે સ્લિવલેસ કે હાફ સ્લિવના કપડાં પહેરવામાં પણ શરમ આવે છે. એમાંય લોકો કોણી પરની અને તેની આસપાસની સ્કિન પર જામતી કાળાશ પર વધુ ધ્યાન નથી આપતા, જેના કારણે ત્યાં ડેડ સ્કિન જમા થઈ જાય છે અને સ્કિન કાળી દેખાવા લાગે છે. આ સમસ્યાને દૂર કરવા અને કોણીની કાળશા દૂર કરવા માટે આજે અમે તમને ઘરેલૂ ઉપચાર જણાવીશું..

– સ્કિન માટે હળદર બહુ જ ફાયદાકારક માનવામાં આવે છે. જેથી કોણીની કાળાશ દૂર કરવા માટે પણ તેનો ઉપયોગ કરી શકાય છે. દૂધમાં થોડી હળદર મિક્સ કરીને કોણી પર લગાવો. સૂકાય ગયા બાદ પાણીથી ધોઈ લો. અઠવાડિયામાં 2-3 વખત આ ઉપાય કરવાથી કાળાશ દૂર થાય છે.

– લીંબુમાં બ્લીચિંગ ગુણ હોય છે. જે સ્કિનની રંગત નિખારવામાં મદદરૂપ થાય છે. કોણી પર થોડો લીંબુનો રસ લગાવી માલિશ કરીને અને 20 મિનિટ પછી પાણીથી ધોઈને મોઈશ્ચરાઈઝર લગાવી દો. રોજ આ ઉપાય કરો.

– ખાંડનું સ્ક્રબ સ્કિનને એક્સફોલિએટ કરવામાં મદદ કરે છે અને ડેડ સ્કિન સેલ્સને દૂર કરે છે. જેતૂનના તેલમાં ખાંડ મિક્સ કરીને મિશ્રણ કોણી પર લગાવીને માલિશ કરો. 10 મિનિટ બાદ પાણીથી ધોઈ લો.

– દહીંમાં લેક્ટિક એસિડ હોય છે. જે સ્કિનની રંગત નિખારે છે અને સ્કિનને ક્લિન કરે છે. 1 ચમચી દહીંમાં સફેદ સરકો મિક્સ કરીને કોણી પર લગાવો. સૂકાય ગયા પછી તેણે પાણીથી  ધોઈ લો. સપ્તાહમાં 2-3 વખત આ ઉપાય કરવાથી કાળાશ દૂર થાય છે.

– 1 ચમચી લીંબુના રસમાં 1 ચમચી ચણાનો લોટ  મિક્સ કરીને પેસ્ટ કોણી પર લગાવી માલિશ કરો. સૂકાય ગયા બાદ પાણીથી ધોઈ લો. અઠવાડિયામાં 2-3 વખત આ ઉપાય કરવાથી કાળાશ દૂર થાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular