Wednesday, September 28, 2022
Homeહાફિઝ સઇદની પૂછપરછ માટે આવતી UN ટીમની વિઝા એપ્લિકેશન પાકે રદ કરી
Array

હાફિઝ સઇદની પૂછપરછ માટે આવતી UN ટીમની વિઝા એપ્લિકેશન પાકે રદ કરી

- Advertisement -

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં રહેતા મુંબઇ હુમલાના માસ્ટર માઇન્ડ અને જમાત-ઉદ-દાવાના પ્રમુખ હાફિઝ સઇદની પૂછપરછ કરવા ઇચ્છતી UN (યુનાઇટેડ નેશન્સ)ની એક ટીમની વિઝા એપ્લિકેશન પાકિસ્તાને રદ કરી છે. યુનાઇટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલ (UNSC)ની પ્રતિબંધિત યાદીથી નામ હટાવવા માટે સઇદ તરફથી અરજી દાખલ કરી હતી તે મુદ્દે આ ટીમ પાકિસ્તાનમાં જમાત-ઉદ-દાવા પ્રમુખ સાથે પૂછપરછ કરવા ઇચ્છતી હતી. UNના સૂત્રોએ આ વાતની જાણકારી આપી હતી.

સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પ્રતિબંધિત જમાત-ઉદ-દાવાના ચીફ હાફિઝ સઇદ પર ચારેતરફ દબાણ બાદ સંયુક્ત રાષ્ટ્રે 10 ડિસેમ્બર, 2008ના રોજ સંયુક્ત રાષ્ટ્રે પ્રતિબંધ લગાવી દીધો હતો.
ઉલ્લેખનીય છે કે, 26/11ના મુંબઇ હુમલામાં 166 લોકોનાં મોત થયા હતા, ત્યારબાદ ભારતે આતંકવાદ વિરૂદ્ધ વૈશ્વિક સ્તરે યુદ્ધ શરૂ કર્યુ હતું. ભારત સતત હાફિઝ સઇદ અને પાકિસ્તાનમાં સક્રિય આતંકવાદી સંગઠનોને પ્રતિબંધિત કરવા માટે યુએનમાં દબાણ બનાવી રહ્યું હતું. આ લડાઇમાં ભારતને અનેક દેશોનું સમર્થન પણ મળ્યું હતું.
મુંબઇ હુમલા બાદ યુનાઇટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલે આતંકી હાફિઝ સઇદને પ્રતિબંધિત કરી દીધો હતો. પરંતુ નવેમ્બર 2017ના રોજ પાકિસ્તાનમાં તેને નજરકેદ રાખવામાં આવ્યો હતો.
UNના સૂત્રો અનુસાર, યુએનમાં પાકિસ્તાનના સ્થાયી મિશનના એક પ્રતિનિધિએ ગત વર્ષે ઓક્ટોબરમાં સંયુક્ત રાષ્ટ્ર લોકપાલને જણાવ્યું હતું કે, તેઓની પાકિસ્તાનની યાત્રા માટે કોઇ વિઝા આપવામાં નહીં આવે.
ઉલ્લેખનીય છે કે, યુએન લોકપાલ વિશ્વ સંસ્થા, પ્રતિબંધિત લોકો અને સંગઠનો દ્વારા તેઓને પ્રતિબંધિત યાદીથી હટાવવાના અનુરોધની સમીક્ષા કરે છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular