Monday, December 5, 2022
Homeહારિજ નજીક જીપની ટક્કરે પિતા-પુત્રના મોત, માતા ગંભીર
Array

હારિજ નજીક જીપની ટક્કરે પિતા-પુત્રના મોત, માતા ગંભીર

- Advertisement -

હારિજ: હારિજનો એક આશાસ્પદ યુવક તેના એકના એક પુત્ર અને પત્ની સાથે બાઇક લઇ વેજાવાડા ગામે માતાજીના યજ્ઞ પ્રસંગે જઈ રહ્યા હતા ત્યારે સામેથી આવી રહેલી પેસેન્જર જીપે ટક્કર મારતાં યુવક અને તેના પુત્રનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે તેની પત્નીને ગંભીર ઇજાઓ થતાં હારિજ રેફરલ હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ પાટણ ખસેડ્યા હતા.

હારિજની અમ્બેશ્વર સોસાયટીમાં રહેતા જોષી નીતિનકુમાર નટવરલાલ (35) શંખેશ્વર સબ રજીસ્ટાર કચેરીમાં કોમ્પ્યુટર ઓપરેટર હંગામી કર્મચારી તરીકે ફરજ બજાવતા હતા.શુક્રવારે સવારના દસ વાગ્યાના સુમારે વેજાવાડા મુકામે માતાજી નો યજ્ઞમાં જતા હતા ત્યારે બોરતવાડાથી જૂનામાંકા વચ્ચે પેસેન્જર કમાન્ડર જીપ ( GJ9,B,2152)ના ચાલકે ટક્કર મારતા બાઇક ફંગોળાઈ રોડ પર પટકાતા નીતિનભાઇ, પુત્ર વેદ (6 વર્ષ)ને માથામાં ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે મોત થયુ હતુ. જ્યારે તેમના પત્ની વર્ષાબેનને ગંભીર ઈજા થતાં હારિજ પાલિકાની એમ્બ્યુલન્સમા પાટણ ખસેડ્યા હતાં.

હારિજ પીએસઆઇ એચ.એલ.જોશી લોકસભાની ચૂંટણીના પગલે રોડા ગામે ફ્લેગમાર્ચ પૂર્ણ કરી પરત આવતા હતા તેમણે ઘટના સ્થળેથી તાત્કાલિક રીક્ષામાં ઇજાગ્રસ્ત મહિલાને હારિજ રવાના કર્યા હતાં.અકસ્માત બાદ જીપનો ડ્રાઇવર ભાગી છૂટ્યો હતો.પોલીસે જીપ ડ્રાઇવર વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અકસ્માતમા ગંભીર ઇજાગ્રસ્ત મહિલાને હારિજ રેફરલમા લાવ્યા હતાં પણ તબીબ તેમના નિવાસસ્થાને ગયેલાં હતા. તાત્કાલિક સારવાર અર્થે નહીં આવતા લોકોમાં આક્રોશ ફેલાયો હતો અને તેમની બેદરકારી અંગે હોબાળો મચાવ્યો હતો ત્યારે PSI હાજર હોઇ મામલો થાળે પાડ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular