Tuesday, September 21, 2021
Homeહાર્દિકનાં વકીલે કહ્યું ચૂંટણીમા હાર્દિકને નથી લડવા દેવો એટલે સુનાવણી ટાળો છો,...
Array

હાર્દિકનાં વકીલે કહ્યું ચૂંટણીમા હાર્દિકને નથી લડવા દેવો એટલે સુનાવણી ટાળો છો, છતાં કોર્ટે કહ્યું સમય લાગશે

લોકસભા ચૂંટણી લડવા મામલે હાર્દિક પટેલે કરેલી અરજી પર આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી ટળી છે. અને બુધવારે વધુ હાઈકોર્ટ ચુકાદો આપશે. આ કેસમાં રાજ્ય સરકારે કોર્ટમાં સમયની માંગણી કરતા હાર્દિક પટેલના વકીલે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આજે આ કેસની સુનાવણી ન થાય તો અરજદારની મુશ્કેલીમાં વધારો થાય તેવી પણ હાર્દિકના વકીલે રજૂઆત કરી હતી.

જોકે બાદમાં સરકાર તરફથી એક દિવસના સમયની માંગ કરવામાં આવી હતી. પરંતુ હાર્દિકના વકીલે દલિલ કરી હતી કે હાર્દિક ચૂંટણી ન લડી શકે તે માટે સરકાર સુનાવણી ટાળી રહી છે. સરકાર જવાબ રજૂ કરવા વારંવાર સમય માંગી રહી છે. આજે હાઈકોર્ટમાં સરકાર તરફથી રજૂ કરાયેલા સોગંદનામામાં અગાઉ કોર્ટ કરેલા અવલોકનો પણ રેકોર્ડ પર મુકાયા હતા. હાર્દિકના કોન્વેકશન પર સ્ટે આપવામાં આવે તો રાજ્યની શાંતિ ફરી ડહોળાઈ શકે તેવી પણ ભીતિ વ્યક્ત કરવામાં આવી.

હાર્દિકના વકીલે ૪ એપ્રિલ સુધીમાં ઉમેદવારી પત્રક ભરવાના હોવાથી આ કેસ ઘણો મહત્વનો હોવાનું કહ્યુ. આ કેસમાં હાઇકોર્ટનો જે પણ નિર્ણય હોય તેની સામે બંનેમાંથી એક પક્ષે સુપ્રીમમાં જવું જ પડશે તેવી સ્થિતિ હોવાની પણ કરાઇ રજૂઆત કરાઈ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments