Thursday, October 21, 2021
Homeહાર્દિકની મહેસાણામાં પ્રવેશબંધી હોવાથી ઊંઝા ઊમિયાધામને બદલે દિગસર લગ્ન કરવા પડશે
Array

હાર્દિકની મહેસાણામાં પ્રવેશબંધી હોવાથી ઊંઝા ઊમિયાધામને બદલે દિગસર લગ્ન કરવા પડશે

વિરમગામ, સુરેન્દ્રનગર: હાર્દિક પટેલનો પરિવાર ઊંઝા ઉમિયાધામ ખાતે કિંજલ પરીખ સાથે વિવાહ કરાવવા માંગતો હતો. પરંતુ મહેસાણા જિલ્લામાં તેને તડીપાર કરતા વતન દિગસરમાં લગ્ન કરશે. મૂળ વતન સુરેન્દ્રનગર જિલ્લાના દિગસર ગામે 27 જાન્યુઆરીએ થશે. સંપૂર્ણ સાદાઈથી અને નજીકનાં સગાં-મિત્રોની હાજરીમાં હાર્દિક કિંજલ પરીખ સાથે લગ્નગ્રંથિથી જોડાશે.

આંદોલન નડ્યું

હાર્દિકને લગ્નવિધિમાં કાયદો નડ્યો હોવાનો ઘાટ ઘડાયો છે. મહેસાણા જિલ્લાથી પાટીદાર આંદોલનનું રણશિંગું ફૂંક્યું હતું ત્યાં ઊંઝાના ઉમિયાધામમાં લગ્ન કરવાનું નક્કી કરાયું હતું પરંતુ તેના પિતા ભરતભાઈ પટેલના કહેવા પ્રમાણે મહેસાણા જિલ્લામાં 3 વર્ષથી હાર્દિક માટે પ્રવેશબંધી હોવાથી વતન દિગસરમાં લગ્ન કરાવવાની ફરજ પડી છે.

શહીદ થનારા સુરાપુરા દાદા પૂજાય છે

ગઢિયા પરિવારના સભ્યોએ જણાવ્યું કે વર્ષો પહેલાં ખોડુ ગામ બાજુ લડાઈ થઈ હતી, જેમાં ગઢિયા પરિવારના લોકો લડાઈમાં ગયા હતા. ત્યા ઘાયલ થઇને પરત ફરતા હતા ત્યારે આ દાદા અહીંયાં શહીદ થયા હતા, જ્યાં તેમની ખાંભી પૂજાય છે. બીજો એક પાળિયો પણ ગામમાં છે.

દિગસર અને દાણાવાડામાં 32 ઘર

હાર્દિકના વડવાઓ વતન છોડીને ગયા પછી તેમના ગઢીયા પરિવારના ચોથી પેઢીના વારસદારો હાલ દિગસર અને દાણાવાડા આ બે ગામમાં રહે છે.મુખ્યત્વે ખેતીવાડીનો વ્યવસાય કરતા ગઢીયા પરીવારના લોકોમાં દિગસરમાં 18 અને દાણાવાડામાં 15 ઘર આવેલા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments