Tuesday, September 28, 2021
Homeહાર્દિકની મિત્ર રેશમા પટેલે કહ્યું, હિંમત હોય તો અમિત શાહ કોઈ ગામમાંથી...
Array

હાર્દિકની મિત્ર રેશમા પટેલે કહ્યું, હિંમત હોય તો અમિત શાહ કોઈ ગામમાંથી ચૂંટણી લડી બતાવે

પાટીદાર આંદોલનમાં હાર્દિકની સાથે રહેનારી રેશમા પટેલે લોકસભા ચૂંટણી માટે ભાજપ અધ્યક્ષ અમિત શાહને ચેલેન્જ આપ્યો છે. શાહની ગાંધીનગર બેઠક પરથી દાવેદારી પર રેશમાએ કહ્યું છે કે શાહ જેવા નેતા સુરક્ષિત બેઠક પરથી ચૂંટણી લડે છે. હિંમત હોય તો તેઓ કોઈ ગામમાંથી ચૂંટણી લડી બતાવે.

રેશમા પટેલે અમિત શાહ પર કર્યો પ્રહાર

રેશમાએ આ નિવેદન ઉપલેટામાં આપ્યું. તેમણે સુરેન્દ્રનગરના સાંસદ દેવજી ફતેપરાનો પણ ઉલ્લેખ કર્યો અને ભાજપ પર તીખા શાબ્દિક પ્રહાર કર્યાં. રેશમાએ કહ્યું, દેવજીએ સત્તાધારી પક્ષ ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યા છે. જો કોઈ આટલા સીનિયર નેતા આરોપ લગાવે છે તો તેમાં વાસ્તવિકતા હોવી સ્વાભાવિક છે. આગ વગર ધૂમાડો થતો નથી. મારું માનવુ છે કે ભાજપમાં લોકોને કામ કરનારા લોકોને ટીકિટ આપવાના બદલે રૂપિયા આપતા લોકોને ટીકિટ આપી દેવામાં આવે છે.

દેવજી ફતેપરાએ ભાજપ હાઈકમાન્ડ પર આરોપ લગાવ્યાં

ઉલ્લેખનીય છે કે દેવજી ફતેપરાએ પોતાની ટીકિટ કપાયા બાદ પાર્ટી પર રૂપિયાની લેવડ-દેવડનો આરોપ લગાવ્યો. દેવજીએ કહ્યું કે મને ટીકિટ એટલે આપવામાં આવી નથી કારણકે રૂપિયાના બદલામાં અહીં ટીકિટ બીજાને આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તો દરેક વખતની જેમ રેશમા પટેલે ભાજપમાં તાનાશાહીના આરોપ લગાવ્યાં. તેમણે કહ્યું કે આ પાર્ટીમાં લોકશાહી નથી. શાહ તાનાશાહ જેવુ વલણ રાખે છે.

15 માર્ચે રેશમા ભાજપથી અલગ થઈ હતી

પાટીદાર આંદોલન બાદ રેશમાનો ગુજરાત ભાજપમાં સમાવેશ થયો હતો. જોકે, 2019માં આ મહિને તેમણે પાર્ટીની સભ્યતા પરથી રાજીનામું આપ્યું હતું. તેમણે કહ્યંુ હતું કે ભાજપ હવે એક માર્કેટિંગ કંપની બનીને રહી ગઇ છે. તેમણે ગુજરાત ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીને પોતાનુ રાજીનામું સોંપ્યું અને પોરબંદર બેઠક પરથી લોકસભા ચૂંટણી લડવાની વાત કરી. તો હાર્દિક પટેલ પણ 12 માર્ચે કોંગ્રેસમાં જોડાયો. એવામાં રેશમા પણ 15 માર્ચે ભાજપમાંથી સત્તાવાર રીતે અલગ થઈ. જોકે, રેશમા જ્યાં સુધી ભાજપમાં હતી ત્યાં સુધી તેણી હાર્દિકને કોંગ્રેસનો એજન્ટ કહેતી હતી. પરંતુ હવે બંને ભાજપની સામે મેદાનમાં છે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments