હાર્દિકનું ‘કમબેક’, ન્યૂઝીલેન્ડમાં ટીમ સાથે જોડાશે જ્યારે રાહુલ રમશે ઇન્ડિયા A માટે

0
28

ટીમ ઇન્ડિયાના યુવા ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને ગુરુવારે ‘ડબલ’ રાહત મળી, ‘કૉફી વિથ કરણ’ વિવાદ પછી પ્રતિબંધિત થયેલા આ ખિલાડીઓ પર BCCIએ પ્રતિબંધ હટાવવાનો નિર્ણય કર્યો છે. હવે જાણકારી મળી છે કે હાર્દિક પંડ્યા ન્યૂઝીલેન્ડમાં જ જોડાશે. હાર્દિક ટીમ સાથે જોડાવવા માટે 24 કલાકમાં ન્યૂઝીલેન્ડ જવા માટે રવાના થશે, જ્યારે કે.એલ.રાહુલ ઇન્ડિયા A માટે રમશે. તમને જણાવી દઇએ કે, આ બંનેએ ‘કૉફી વિથ કરણ’ દરમિયાન મહિલાઓ પર આપત્તિજનક ટિપ્પણીઓ કરી જેના કારણે તેમના પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો અને આ સાથે જ તેમને અધવચ્ચે ઓસ્ટ્રેલિયાથી ભારત પરત બોલાવી લેવામાં આવ્યા હતા.

હાર્દિક પંડ્યાએ 24 કલાકની અંદર ન્યૂઝીલેન્ડ રવાના થવાનું છે, જ્યારે લોકેશ રાહુલ ભારતમાં જ રણજી ટ્રોફીમાં રમશે અને ઇન્ડિયા Aમાં ભાગ લેશે, જે હાલમાં ઇંગ્લેન્ડ લાયન્સ વિરુદ્ઘ અનઔપચારિક વનડે સીરિઝ રમી રહી છે. ઉલ્લેખનીય છે કે, ગુરુવારે CoA તથા BCCI તરફથી ટીમ ઇન્ડિયાના  આ બંને ખેલાડીઓને રાહત આપતા, તપાસ પૂરી થવા પર તેમના પરથી પ્રતિબંધ હટાવી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ બંને પરથી પ્રતિબંધ BCCIમાં લોકપાલની નિયુક્તિમાં મોડું થવાના કારણે હટાવાયો છે. સાથે જ સ્પષ્ટ કરી દેવામાં આવ્યુ છે કે તેમના પર લાગેલા આરોપોની તપાસ બંધ નથી કરાઇ. તેમનો મામલો લોકપાલની નિયુક્તિ અને તેમના દ્વારા લેવાયેલા નિર્ણયને આધિન છે. BCCIએ નિવેદનમાં કહ્યુ કે, CoA અને BCCIના સંવિધાનના નિયમ 41 (6)નો ઉપયોગ કરતા હાર્દિક અને રાહુલને દુર્વ્યવહારના આરોપો માટે પ્રતિબંધિત કરી દેવાયા હતા.

નિવદેનમાં આગળ કહેવામાં આવ્યુ છે કે, કોઇપણ ક્રિકેટ ખેલાડી પર લાગેલા બધા પ્રકારના દુર્વ્યવહારના આરોપને સાંભળવા માટે BCCIને લોકપાલની જરૂર છે, પરંતુ લોકપાલની નિયુક્તિ સર્વોચ્ચ અદાલતના નિર્દેશો દ્વારા થાય છે. આથી CoAનું માનવુ છે કે, બંને ખેલાડીઓ પર જે પ્રતિબંધ લગાવાયો છે, તેને તાત્કાલિક પ્રભાવથી હટાવી દેવામાં આવે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here