Sunday, September 19, 2021
Homeહાર્દિકને જેલમાંથી છોડાવવા મધ્યસ્થી બનેલા સવાણી ભાજપમાંથી દાવેદાર!
Array

હાર્દિકને જેલમાંથી છોડાવવા મધ્યસ્થી બનેલા સવાણી ભાજપમાંથી દાવેદાર!

અમદાવાદઃ ગુજરાતમાંથી સુરત લોકસભા બેઠક માટે ઉમેદવારોની પસંદગી મુદ્દે ભાજપમાં ભારે કશ્મકશ ચાલી રહી છે, ત્યારે આ બેઠક પર વર્તમાન સાંસદના બદલે પાટીદાર નેતાને ટિકિટ આપવા માટે હિલચાલ ચાલી રહી છે. જેમાં પાટીદાર આગેવાન એવા મહેશ સવાણીનું નામ પણ ચાલી રહ્યું છે. પાટીદાર અનામત આંદોલન વખતે રાજદ્રોહના ગુનામાં લાજપોર જેલમાં બંધ હાર્દિક પટેલને બહાર લાવવા માટે મહેશ સવાણીએ ભારે મહેનત કરી હતી. મહેશ સવાણી એ સરકાર અને હાર્દિક વચ્ચે મધ્યસ્થીની કડીરૂપ ભૂમિકા ભજવીને હાર્દિકને જામીન પર છોડાવવા માટે સિંહફાળો આપ્યો હતો.

ભાજપે લોકસભા ચૂંટણી માટે ગુજરાતની 23 બેઠકો માટેનાં ઉમેદવારો જાહેર કર્યા છે. પરંતુ હજુ સુધી સુરત સહિત ત્રણ લોકસભા બેઠકના ઉમેદવાર જાહેર કર્યા નથી. આ દરમિયાન સુરતમાં ઉદ્યોગપતિ અને સામાજિક આગેવાન મહેશ સવાણીને ટિકિટ આપશે તેવી પ્રબળ ચર્ચાઓ થઇ રહી છે. જો સમીકરણની વાત કરીએ તો સુરતનાં લોકસભાની જે બેઠક છે તેમાં સુરતીઓની સાથે પાટીદારોનું પણ ઘણું મહત્વ છે. વરાછા, કતાર ગામ, પશ્ચિમ બાજુનો વિસ્તાર પણ આ બેઠકમાં છે અને તેમાં મોટી સંખ્યામાં પાટીદારો અને સૌરાષ્ટ્રનાં લોકો વસે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments