Friday, September 17, 2021
Homeહાર્દિકને લાફો ઝીંકનાર યુવકના કડી અને જાસલપુરના નિવાસે BSF-પોલીસ તૈનાત
Array

હાર્દિકને લાફો ઝીંકનાર યુવકના કડી અને જાસલપુરના નિવાસે BSF-પોલીસ તૈનાત

કડીઃ કડીની જાસલપુર ગ્રામ પંચાયતના સભ્ય અને ભાજપી કાર્યકર તરૂણ ગજ્જરે સુરેન્દ્રનગર જિલ્લામાં હાર્દિક પટેલને લાફો ઝીંકી દીધા બાદ તેના વતન જાસલપુર અને કડીના કરણનગર રોડ સ્થિત શિકાગો પાર્ક ફ્લેટમાં બીએસએફ અને પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

જાસલપુર ગામે પત્ની અને વૃદ્ધ માતા સાથે રહેતા તરૂણ ગજ્જરના પિતા મનુભાઈ ખેતી કરે છે. તરૂણ તેની પત્ની અને અઢી વર્ષના પુત્ર સાથે કડીમાં રહે છે. તરુણના પિતાએ કહ્યું કે, છેલ્લા ઘણા દિવસથી મારી તેની સાથે કોઈ વાતચીત થઈ નથી. તે શું કામ કરે છે અને કયા પક્ષ માટે કામ કરે છે તેની મને કોઈ ખબર નથી. તેની પત્નીનો સંપર્ક થઈ શક્યો નહોતો.

જ્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે મહેસાણામાં જણાવ્યું કે,રાજકારણમાં વૈચારિક મતભેદ હોઈ શકે. પરંતુ હાર્દિક ઉપર બનેલો બનાવ મારી દ્રષ્ટિએ યોગ્ય નથી.

રાજકીય રીતે કોઈ મતભેદ હોય તો રાજકીય રીતે શાંતિ પૂર્વક વિરોધ કરવાનો દરેકને અધિકાર છે. અને કોઈના પર હુમલો કરવો, મારમારવો એ સહેજ પણ વ્યાજબી નથી. આજે જે બન્યું છે એને હું યોગ્ય ગણતો નથી, વ્યાજબી પણ માનતો નથી.

અમારી વાતને આજ લોકો ગમમત માં લેતા હતા. અમે કોઈ સારી યોજના જાહેર કરીયે તો આજ લોકો લોલીપોપ આપી એમ કહી અમારી ગંભીર યોજનાઓને હસવામાં ઉડાવી દેતા હતા. આજે કમનસીબે આજે આ બનાવ બન્યો એ ભૂતકાળના બનાવોમાંથી લોકો શીખી ગયા કે રાજકીય નેતાને ડિસ્ટબ કરવા તેમની સભામાં તોફાન કરવું, તેમના પર હુમલો કરવો, વાવટા બતાવવા વગેરે આ પ્રણાલી ગુજરાતમાં જે શરૂ થઈ ત્યારથી તે યોગ્ય નથી.

 

 

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments