- Advertisement -
સુરેન્દ્રનગર-અમદાવાદ: સુરેન્દ્રનગરના દિગસર ઉમિયા મંદિર ખાતે હાર્દિક પટેલ અને કિંજલ પરીખના લગ્ન યોજાયા છે. હાર્દિક- કિંજલના હસ્તમેળાપ અને ફેરાની વિધિ પૂર્ણ થઈ. આ લગ્નમાં બંને પક્ષો મળી 350-400 લોકો જોડાયા છે. બપોરે 3 વાગ્યા સુધીમાં લગ્નવિધિ પૂર્ણ થઈ જશે.
સાસુએ હાર્દિકનું નાક ખેચ્યું
હાર્દિક-કિંજલની લગ્નવિધિ સવારે 10 વાગ્યાથી શરૂ થઈ ગઈ હતી. લગ્ન મંડપે પહોચેલા હાર્દિક પટેલનો હાર પહેરાવીને સ્વાગત કરાયો હતો. ત્યારે રિતિ-રિવાજ મુજબ જમાઈની નાક ખેંચવાની વિધિ પણ યોજાઈ હતી. સાસુએ હાર્દિકની નાક ખેંચી હતી.
લગ્નના આગલી રાતે હાર્દિક રાસ-ગરબા રમ્યો
લગ્નની આગલી રાતે વિરમગામમાં આવેલા હાર્દિક પટેલના ઘરે રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. હાર્દિક પટેલ સહિત પરિવારજનો અને મિત્રો રાસગરબામાં ઝૂમી ઉઠ્યા હતા.