Friday, August 12, 2022
Homeહાર્દિક જામનગરથી ચૂંટણી લડશે તો તેને જીતાડીશું: ચિરાગ કાલરીયા
Array

હાર્દિક જામનગરથી ચૂંટણી લડશે તો તેને જીતાડીશું: ચિરાગ કાલરીયા

- Advertisement -

રાજકોટ:લોકસભાની ચૂંટણી નજીક આવતા ભાજપની નજર કોંગ્રેસના ધારાસભ્યો પર જોવા મળી રહી છે. ગઈકાલે કોંગ્રેસનો હાથ છોડી બે ધારાસભ્યએ ભાજપનો કેસરિયો ધારણ કર્યો છે. જ્યારે હજુ પણ કેટલાક ધારાસભ્યો ભાજપ ના સંપર્કમા હોવાની વાત ચાલી રહી છે. જે પૈકી એક નામ છે જામજોધપુરના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ કાલરીયાનું છે.

ત્યારે આજે ચિરાગ કાલરીયાએ રાજકોટની મુલાકાત દરમિયામ જણાવ્યું હતું કે તેઓ કોંગ્રેસની વિચારધારાને વરેલા છે. જેથી તેઓ કોંગ્રેસ પક્ષ ને નહીં છોડે. ભાજપ ડરી ગઇ હોવાથી આવી અફવા ફેલાવી રહ્યું છે. હાર્દિક પર નિવેદન આપતા કહ્યું હતું કે, હાર્દિક પટેલ જો જામનગરથી ચૂંટણી લડે તો તેને તન મન અને ધનથી પૂરો ટેકો આપવા તૈયાર છીએ. એટલું જ નહીં તેઓ એ વિશ્વાસ સાથે દાવો કર્યો છે કે આ વર્ષે જામનગર લોકસભા બેઠક પર કોઈ પણ સંજોગોમા કોંગ્રેસની જીત નિશ્ચિત છે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular