Saturday, September 25, 2021
Homeહાર્દિક નું લોકસભા લડવાનું સપનું 28 સેકન્ડમાં જ રોળાયું,
Array

હાર્દિક નું લોકસભા લડવાનું સપનું 28 સેકન્ડમાં જ રોળાયું,

અમદાવાદઃ વિસનગરના કેસમાં બે વર્ષની સજા સામે મનાઇ હુકમ મેળવવાની રીટ હાઇકોર્ટે ફગાવ્યા બાદ હાર્દિક પટેલે સુપ્રીમ કોર્ટમાં તાત્કાલિક સુનાવણી હાથ ધરવા માંગ કરી હતી. આ મામલે 2 એપ્રિલના રોજ સુપ્રીમ કોર્ટમાં માત્ર 28 સેકન્ડમાં જ કેસ સાઇડમાં મુકી દેવાયો હતો. હાર્દિક તરફથી સિનિયર એડવોકેટ કપિલ સિબ્બલ તથા અભિષેક મનુ સિંઘવી હાજર રહ્યા હતા. આ સાથે જ લોકસભા ચૂંટણીના ફોર્મ ભરવાની તારીખ ચાલી જતાં હવે હાર્દિકે આગામી ચૂંટણીની રાહ જોવી પડશે.

આ કેસમાં ઉતાવળ કરવાની જરુર લાગતી નથીઃ સોલિસિટર જનરલ

બોર્ડ શરુ થાય તે પહેલાં જ બાજુની બંધારણીય બેંચમાં બીજી મેટર કોલ આઉટ થતાં સિનિયર એડવોકેટ અભિષેક મનુ સિંઘવી ત્યાં ગયા હતા. આ સમયે મેન્શનિંગ શરૂ થયું. સિંઘવીના આસિસ્ટન્ટ અમિત ભંડેરી કંઇ રજૂઆત કરે તે પહેલાં જ ગુજરાત સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ તાત્કાલિક સુનાવણીનો વિરોધ કરતાં એવી દલીલ કરી હતી કે, આ કેસમાં ઉતાવળ કરવાની જરુર જણાતી નથી, કેમ કે, ઓગસ્ટ-2018માં કોર્ટે આદેશ આપ્યો હતો. હાર્દિક પછી પણ ચૂંટણી લડી શકે છે. જેને કોર્ટે ગ્રાહ્ય રાખી હતી.

શું છે વિસનગર કેસ
વર્ષ 2015માં પાટીદાર અનામત આંદોલન સમયે હાર્દિક પટેલ સહિતના પાટીદાર આગેવાનો વિસનગરના તત્કાલીન ધારાસભ્ય ઋષિકેશ પટેલને આવેદનપત્ર આપવા માટે ગયા હતા. આવેદન સમયે પાંચ હજાર લોકોનું ટોળું એકઠું થયું હતું અને ટોળું બેકાબૂ બનતા ઋષિકેશ પટેલની ઑફિસમાં તોડફોડ કરવામાં આવી હતી. આ ઘટનામાં ટોળાંએ એક કારને પણ સળગાવી દીધી હતી અને અન્ય જગ્યાએ પણ નુકસાન કર્યું હતું. તેમજ એક પત્રકારને પણ માર મારવામાં આવ્યો હતો. વિસનગર પોલીસે આ ઘટનામાં હાર્દિક પટેલ, લાલજી પટેલ સહિતના 17 લોકો સામે કેસ દાખલ કર્યો હતો.

વિસનગર કોર્ટે બે વર્ષની સજા ફટકારી છે
ધારાસભ્યની ઑફિસમાં કરેલી તોડફોડ મામલે વિસનગર કોર્ટે હાર્દિક પટેલ, લાલજી પટેલ અને એ. કે. પટેલને દોષિત જાહેર કર્યા હતા. કોર્ટે ત્રણેય આરોપીઓને બે-બે વર્ષની સજા તેમજ રૂ. ૫૦-૫૦ હજારનો દંડ ફટકાર્યો હતો. સજા બાદ કોર્ટે ત્રણેય આરોપીઓને શરતી જામીન પર મુક્ત કર્યા હતા. આ કેસમાં દોષિત જાહેર થયા બાદ લોકસભાની ચૂંટણી લડવા માટે હુકમની સામે સ્ટે માગવામાં આવ્યો હતો.

કોંગ્રેસે જ હાર્દિકની ઇચ્છા પર પાણી ફેરવી દીધું
સુપ્રીમમાં કાયદાકીય લડત વખતે કોંગ્રેસી આગેવાન તથા સિનિયર એડવોકેટ અભિષેક મનુ સિંઘવીએ ગેરહાજર હતા. એક તરફ કોંગ્રેસ ટીકિટ આપવાની વાતો કરતી હતી. બીજી તરફ હાર્દિકની મેટરને મહત્વ ન અપાતાં હાર્દિકની ઇચ્છા પર પાણી ફરી વળ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments