Tuesday, December 7, 2021
Homeહાર્દિક પંડયા અને રાહુલનું સસ્પેન્શન બીસીસીઆઇએ હટાવ્યું, તપાસ પૂરી થાય ત્યાં સુધી...
Array

હાર્દિક પંડયા અને રાહુલનું સસ્પેન્શન બીસીસીઆઇએ હટાવ્યું, તપાસ પૂરી થાય ત્યાં સુધી ટીમ સાથે રહી શકશે

નવી દિલ્હી : BCCIએ આજે કહ્યું કે હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલનું સસ્પેન્શન હાલ પુરતુ મોકુફ રાખવામાં આવ્યું છે. બંને ખેલાડીઓને કોફી વિથ કરણ શો માં ભાગ લેવાને કારણે નિલંબિત કરવામાં આવ્યા હતા. હાર્દિક પંડ્યાએ કરણ જૌહરના ચેટિંગ શો મા મહિલા પર વિવાદસ્પદ ટિપ્પણીઓ કરી હતી જેના લીધે ભારે હોબાળો થયો હતો. રાહુલ પણ આ શો માં હાર્દિકનો સાથીદાર તરીકે જોડાયો હતો. BCCIએ જણાવ્યું હતું કે જ્યા સુધી આ બંને ખેલાડીઓ સામે તપાસ પુરી ન થાય ત્યા સુધી બંને ક્રિકેટ ટીમ સાથે જોડાયેલા રહી શકે છે. આ મામલાની તપાસ માટે સુપ્રીમ કોર્ટ તરફથી એક અધિકારીની નિમણૂંક થવાની છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલે વધુ સુનાવણી 5 ફેબ્રુઆરીના રોજ થશે.

જો કે BCCIના પ્રશાસકોએ જણાવ્યું હતુ કે હાર્દિક અને રાહુલને ટીમ ઇન્ડિયામાં રમત માટે સામેલ કરવા કે નહિ એ ટીમમાં તેમની પસંદગી પર રહેશે. ઉલ્લેખનીય છે કે વિવાદાસ્પદ મામલે બંને ખેલાડીઓને ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરિઝ અધુરી મૂકીને ભારત પરત ફરવુ પડેલુ. હાર્દિક પંડ્યા હવે ન્યૂઝિલેન્ડની સામે રમાનારી વન ડે સિરીઝમાં ભાગ લઇ શકશે. રાહુલ પણ ઘરઆંગણે ક્રિકેટ રમી શકશે અથવા આગામી ઇન્ડિયા અને ઇંગ્લૅન્ડ લાયન્સ વચ્ચે ભારતમાં રમાનારી ખેલ સિરીઝમાં પણ ભાગ લઇ શકે છે. બંને ખેલાડીઓ ભારતના પ્રવાસે આવનારી ઓસ્ટ્રેલિયાની ટીમ સામે પણ રમતમાં ભાગ લઇ શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments