ગુજરાતનો પાટીદાર નેતા હાર્દિક પટેલ 27 જાન્યુઆરીએ પોતાની બાળપણની મિત્ર કિંજલ પારેખ સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. કાર્યક્રમ અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના દિગસાર ગામમાં લગ્ન પ્રસંગ એકદમ સાદગીથી કરવામાં આવશે. જેમાં ફક્ત 100 લોકોને આમંત્રણ આવામાં આવશે. જેમાં બન્ને પરિવારના ફક્ત નજીકના સગા સંબંધી જ હાજર રહેશે.
કોણ છે કિંજલ પારેખ?
કિંજલ પારેખ હાર્દિક પટેલની નાનપણની મિત્ર છે. હાર્દિકની ઉંમર 25 વર્ષ છે અને કિંજલ તેના કરતા એક બે વર્ષ નાની છે. કિંજલે સ્નાતક સુધી અભ્યાસ કર્યો છે અને હાલમાં તે કાયદાનો અભ્યાસ કરી રહી છે.
હાર્દિક પટેલના પિતા ભરત પટેલે જણાવ્યા અનુસાર કિંજલ પારેખ-પટેલ છે. કિંજલ વીરમગામની રહેવાસી છે અને તેનો પરિવાર હવે સૂરતમાં રહે છે. હાર્દિક પણ અમદાવાદ જિલ્લાના વિરમગામના એક ગામ ચંદન નગરનો રહેવાસી છે.
મિત્ર કિંજલ પારેખ સાથે પ્રેમ અને લગ્નની કહાની
હાર્દિક અને કિંજલ એક સાથે ભણતા હતા. અમદાવાદમાં બન્ને એક જ વિસ્તારમાં રહેતા હતા અને નાનપણથી જ એક બીજાને ઓળખે છે. છઠ્ઠાં ધોરણથી લઈને બારમા ધોરણ સુધી બન્ને સાથે અભ્યાસ કર્યો હતો.
હાર્દિકની બહેન મોનિકાની બહેનપણી હોવાના કારણે તેનું મારા ઘરે આવવાનું થતુ હતું. તેને ક્યારેક ઘરે મુકવા પણ જતો હતો. જ્યારે અમે કોલેજમાં આવ્યા ત્યારે લાગ્યું કે હું કિંજલને પ્રેમ કરું છું.
મને રાજનીતિ આવડે છે, પ્રેમ નહીં’
સામાન્ય રીતે છોકરો જ છોકરીને પ્રેમને ઈકરાર કરે છે પરંતુ મારા મામલામાં ઊલટું થયું છે. પ્રપોઝ કિંજલે કર્યું, મેં તો ફક્ત ‘ઓકે’ કર્યું. મને રાજનીતિ આવડે છે, પ્રેમ નહીં. મારો સ્વભાવ થોડો શરમાળ છે.
જ્યારે અમે કોલેજમાં અભ્યાસ કરતા હતા ત્યારે વોટ્સએપ ચાલુ થઈ ચુક્યુ હતું. અમે તેના માધ્યમથી જ વાતચીત કરી લેતા હતા. પછી હું પાટીદાર આંદોલન વખતે સૂરતની લાજપોર જેમાં હતો. ત્યારે કિંજલે મને પત્ર લખ્યો હતો. પરંતુ મેં ક્યારેય તેને જેલમાં ન હતી બોલાવી.
‘હું કિંજલની સાથે છું’
હાર્દિકે જણાવ્યું કે સમાજમાં મહિલાઓની હાલતને જોતા કિંજલ રાજનીતિમાં આવવા માંગે, તો હું તેને પ્રોત્સાહન કરીશ. સમાજમાં મહિલાઓ માટે કામ કરવાના ધણી સંભાવના છે.