- Advertisement -
- CN24NEWS-05/02/2019
- પાટીદાર અગ્રણી અને પાસના કન્વીનર હાર્દિક પટેલ આગામી લોકસભાની ચૂંટણી લડી શકે છે. આ જાણકારી નજીકના સૂત્રો પાસેથી પ્રાપ્ત થતાં ગુજરાતના રાજકારણમાં ગરમાવો ફેલાઇ જવા પામ્યો છે.સૂત્રો પાસેથી પ્રાપ્ત થયેલી વધુ વિગતો મુજબ પાસ આંદોલનના પ્રણેતા અને પાટીદાર નેતા હાર્દિક પટેલને ગુજરાતની અમરેલી બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડવા અંગેની ઓફર મળી છે.
- આપને જણાવી દઇએ કે, આ ઓફર હાર્દિક પટેલને કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હોવાનું પણ સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઇ છે, જો કે, આ મામલે પાટીદાર નેતા હાર્દિક પટેલે કોઇ પ્રતિક્રિયા આપેલ નથી.જોકે આ પૂર્વે હાર્દિક પટેલના ચૂંટણી લડવા અંગે બે નિવેદન સામે આવી ચૂક્યા છે..અને બન્ને નિવેદનમાં સામ્યતા છે..વડોદરામાં હાર્દિક પટેલે થોડા મહિના અગાઉ એક નિવેદન આપ્યું હતું. જેમાં કોઈ રાજકીય પક્ષમાં જોડાયા બાદ ચૂંટણી લડવાની વાત કરી હતી. અગાઉ પાસના નેતા હાર્દિક પટેલે વડોદરામાં સુચક નિવેદન કર્યુ હતું અને 2019માં લોકસભાની ચૂંટણી લડવાનાં સંકેત આપ્યા હતાં. હાર્દિકે જણાવ્યું હતું કે ચૂંટણી લડીશ તો કોઇ રાજકીય પક્ષમાંથી લડીશ. ખેડુતો અને યુવાનોની રોજગારી મુદ્દે ચૂંટણી લડવાનાં સંકેત આપ્યા હતાં.સૂત્રો પ્રમાણે મળતી માહિતી અનુસાર હાર્દિક લોકસભા ચૂંટણી લડવા માટે તૈયાર થઈ ગયો છે ત્યારે આ મુદ્દે અલગ અલગ નેતાઓની પ્રતિક્રિયા આવી હતી. જુઓ કોણે શું પ્રતિક્રિયા આપી હતી?
નિખિલ સવાણી
PAASના કન્વીનર નિખિલ સવાણીએ આ મુદ્દે પ્રતિક્રિયા આપી હતી હાર્દિક પટેલ ચૂંટણી લડશે તો તે સરળતાથી જીતી જશે.
કિરીટ પટેલ
ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું હતું કે મને ખબર નથી કે હાર્દિક ચૂંટણી લડશે કે નહીં પરંતુ અમે ઇચ્છીએ છીએ કે હાર્દિક ચૂંટણી લડે. હાર્દિકની લોકપ્રિયતા એટલી છે કે તેને ચૂંટણી લડવી જોઈએ.
લલિત વસોયા
ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ આ મુદ્દે કહ્યું હતું કે હાર્દિક પટેલ જો ચૂંટણી લડે તો એક સારા નેતા મળે અને તે આવકારદાયક છે. જો તે ચૂંટણી લડશે તો અમે ચોક્કસપણે સાથ આપીશું અને કોંગ્રેસને પણ આનંદ થશે. અંગત રીતે હું માનું છું કે હાર્દિકે ચૂંટણી લડવી જોઈએ. જો કે મારે વ્યક્તિગત રીતે હાર્દિક સાથે કોઈ ચર્ચા થઈ નથી પણ મળીશ તો તેને ચૂંટણી લડવી જોઈએ તે બાબતે સમજાવીશ.