Monday, October 18, 2021
Homeહાર્દિક પટેલ લોકસભા ચૂંટણી લડશે, કયા પક્ષમાંથી લડશે તેનો ખુલાસો નહીં
Array

હાર્દિક પટેલ લોકસભા ચૂંટણી લડશે, કયા પક્ષમાંથી લડશે તેનો ખુલાસો નહીં

અમદાવાદ: ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન ચલાવનાર હાર્દિક પટેલ લોકસભા ચૂંટણી લડશે. તેણે મીડિયા સાથે લોકસભાને લઈને ચૂંટણી લડવાનું મન બનાવ્યું હોવાનું જણાવ્યું હતું.

મહેસાણા સહિત 3 જગ્યાએ ચૂંટણી લડવાને લઈને ચર્ચાઓ

હાર્દિક પટેલે લોકસભા ચૂંટણી લડવા માટે પોતાનો મત રજૂ કર્યો એ પહેલા તે ઉત્તર ગુજરાતના મહેસાણા લોકસભા બેઠક પરથી ચૂંટણીમાં ઝંપલાવશે તેવી રાજકીય ચર્ચાઓ ચાલતી હતી. હાલમાં તે સૌરાષ્ટ્રની અમરેલી અને પોરબંદર સીટ પરથી ચૂંટણી લડશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. અમરેલી એ ગુજરાતમાં સૌથી વધુ પટેલ વસ્તી ધરાવતો જિલ્લો છે.

હાર્દિકને જિગ્નેશ મેવાણીની જેમ કોંગ્રેસ મદદ કરે તેવી શક્યતા

જિગ્નેશ મેવાણીએ વડગામ બેઠક પર અપક્ષ ચૂંટણી લડીને જીત મેળવી હતી. હાર્દિક પટેલને પણ કોંગ્રેસ અપ્રત્યક્ષ મદદ કરીને ચૂંટણી લડવામાં મદદ કરી શકે તેવો એક ચર્ચા છે.

લોકોની પીડા સમજી શકશેઃ ધાર્મિક

ધાર્મિક માલવીયા (સુરત પાસ કન્વીનર) એ જણાવ્યું હતું કે, ચોક્કસ સમાજના લોકો અને કેટલાક રાજકીય આગેવાનો હાર્દિકને 2019 લોકસભા લડવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે. જે બાબતે લોકોનો અને સમાજના વડીલોનો અભિપ્રાય લેવાય રહ્યો છે. હાર્દિકે રાજકીય ક્ષેત્રેએ ઝાપલાવવું જોઈએ એવી લાગણીઓ બહાર આવી રહી છે. ગુજરાતમાં એક સારી રાજનીતિ ઉભી કરવાનો આ એક યુવાનોને મોકો મળ્યો હોય એમ કહીં રહ્યા છે. ખાસ કરીને પાસના આંદોલનકારી યુવાનો જો રાજનીતિમાં આવશે તો લોકોની પીડા સમજી શકશે. જેનો સીધો લાભ લોકોને જ થશે એવું કહીં રહ્યા છે. આવા સંજોગોમાં પાટીદારોનો ગઢ અને અનામત આંદોલનનું એપી સેન્ટર કહીં શકાય એવા મોરબી,મહેસાણા અને અમરેલી વિસ્તારમાંથી હાર્દિક 2019 લોકસભા લડે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.

દરેક કદમ પર હાર્દિક સાથેઃ નિખીલ

સુરત પાસના કન્વીનર નિખીલ સવાણીએ જણાવ્યું હતું કે, હાર્દિકનો ચૂંટણી લડવાનો નિર્ણય આવકાર્ય છે. હાર્દિક લોકો સાથે ન્યાય માટે લડતો રહ્યો છે. અને લડતો રહેશે. હાર્દિકે હાલ ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. અને ક્યાંથી લડશે તે પોતે જ નક્કી કરશે. પણ અમે તેના દરેક કદમ પર તેની સાથે છીએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments