Thursday, October 21, 2021
Homeહાર બાદ છત્તીસગઢમાં પ્રથમ રેલી સંબોધિત કરશે પીએમ મોદી, લોકસભા માટે પ્રચારનો...
Array

હાર બાદ છત્તીસગઢમાં પ્રથમ રેલી સંબોધિત કરશે પીએમ મોદી, લોકસભા માટે પ્રચારનો ધમધમાટ શરૂ

લોકસભાની ચૂંટણી પહેલા પીએમ મોદીએ રેલીનો ધમધમાટ શરૂ કર્યો છે. તેઓ પાંચ દિવસમાં 10 રાજ્યોની મુલાકાત કરી રેલીને સંબોધિત કરશે. પીએમ મોદી આઠ ફેબ્રુઆરીના રોજ છત્તીસગઢના કોંડાતરાઈમાં રેલીને સંબોધિત કરશે. છત્તીસગઢમાં મળેલી હાર બાદ પીએમ મોદીની પહેલી રેલીનું આયોજન થવાનું છે. આ ઉપરાંત તેઓ પશ્વિમ બંગાળના જલપાઈગુડ્ડીમાં પણ રેલીને સંબોધિત કરશે.

નવ ફેબ્રુઆરીના રોજ પીએમ મોદી અસમની રાજધાની ગુવાહાટીમાં અનેક યોજનાનું લોકાર્પણ કરશે. જ્યા તેઓ એઈમ્સ અને નવી ગેસ પાઈપલાઈનનું ઉદ્ઘાટન કરશે. અસમથી તેઓ અરૂણાચલ પ્રદેશ જવા રવાન થશે. અહીં તેઓ ગ્રીનફિલ્ડ એરપોર્ટનું ઉદ્ધાટન કરશે અને વિશાળ જનસભાને સંબોધિત કરશે.

અરૂણાચલ બાદ તેઓ ત્રિપુરામાં પણ રેલીને સંબોધિત કરશે. 10 ફેબ્રુઆરીના રોજ પીએમ મોદી તમિલનાડુના હુબલી અને આંધ્ર પ્રદેશના ગુંટૂરમાં જનસભાને સંબોધિત કરશે. 11 ફેબ્રુઆરીના રોજ તેઓ યુપીના મથુરામાં અક્ષયપાત્ર ફાઉન્ડેશનના કાર્યક્રમમાં હાજરી આપશે. આ ઉપરાંત 12 ફેબ્રુઆરીના રોજ તેઓ હરિયાણાના પણ રેલીને સંબોધિત કરવાના છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments