હાલ ફોન લેવાનું વિચારતા હોવ તો થોડી રાહ જોઈલો, આ વર્ષે લોન્ચ થવાના છે આવા ફોલ્ડેબલ સ્માર્ટફોન

0
131

સ્માર્ટફોન બનાવવા વાળી કંપનીઓ પોતાના યૂઝર્સ માટે નવા-નવા ફિચર્સ, સ્પેસિફિકેશન અને ડિઝાઈન વાળા સ્માર્ટફોન રજૂ કરતી રહે છે. થોડાક દિવસો પહેલા સુધી ટ્રિપલ કેમરા અને ચાર કેમરા સેટઅપ વાળા ફોન્સ વિશે વાત થતી હતી પરંતુ હવે ફોલ્ડેબલ ફોન્સ વિશે વધુ ખબરો સાંભળવામાં આવી રહી છે. સ્માર્ટફોન્સ બનાવવા વાળી ધણી મોટી કંપનીઓ આ વર્ષે પોતાના શાનદાર ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ કરવાની છે. આવો જાણીએ એવા જ અમુક સ્માર્ટફોન્સ વિશે જે આ વર્ષે આવશે.

સેમસંગના આ ફોનનુ નામ હજુ સુધી કંપની તરફથી કન્ફર્મ કરવામાં નથી આવ્યું પરંતુ લીક થયેલી અમુક ખબરો અનુસાર આને ગેલેક્સી એફના નામથી લોન્ચ કરવામાં આવી શકે છે. સેમસંગે પોતાના આ ફોલ્ડેબલ ફોનને ગયા વર્ષે ડેવલોપર્સ કોન્ફ્રન્સમાં શો કેસ કર્યા હતો. ફિટરની વાત કરવામાં આવે તો ફોનમાં 7.3 ઈન્ચની સ્ક્રીન હશે. તેની સાથે જ ફોનના એક્સટીરિયરમાં 4.6 ઈન્ચની સ્ક્રીન આપવામાં આવશે.

ફોલ્ડેબલ સ્માર્ટફોનને લઈને એલજી પણ તૈયારી કરી રહ્યું છે. કંપનીએ હાલ જ કન્ફર્મ કર્યું છે કે તે ફોલ્ડેબલ ડિવાઈસ પર કામ કરી રહી છે. જોકે આ ફોન વિશે વધુ કંઈ જણાવવામાં નથી આવ્યુ. પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે એલજીએ પોતાના ફોલ્ડેબલ ફોનને ફ્લેક્સી, ફોલ્ડી અથવા ડ્યૂપ્લેક્સ નામથી લોન્ચ કરી શકે છે.

જાણવા મળી રહ્યું છે કે મોટોરોલા પોતાના શાનદાર મોટો રેજર ફોનને નવો અવતાર આપતા ફોલ્ડેબલ ફોનને લોન્ચ કરવાની છે. ફોનના સ્પેસિફિકેશન અને ફિચર વિશે કંપનીની તરફથી હજુ સુધી કોઈ જાહેરાત કરવામાં નથી આવી.

શાઓમી પણ ફોલ્ડેબલ ફોન લોન્ચ કરવાની તૈયારીમાં જોડાઈ ગઈ છે. ફોનના વિશે હજુ સુધી વધુ જાણકારી નથી મળી શકી પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે તેમાં બોટમ બેજલ્સ અને કર્વ્ડ ગ્લાસની સાથે ડ્યુલ ફોલ્ડિંગ સ્ક્રિન આપવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here