Thursday, September 23, 2021
Homeહિંદી મીડિયમ 2'માં કરીના કપૂર ફાઇનલ, પોલિસ ઓફિસરનો રોલ પ્લે કરશે
Array

હિંદી મીડિયમ 2’માં કરીના કપૂર ફાઇનલ, પોલિસ ઓફિસરનો રોલ પ્લે કરશે

બોલિવૂડ ડેસ્કઃ કરીના કપૂર ખાન તેની 2 દાયકાની કરિયરમાં અલગ-અલગ પ્રકારના રોલ પ્લે કરતી આવી છે. કરીના એક એવી અભિનેત્રી છે જે કોઈ દબાણ વગર પોતાની શરતો પર ફિલ્મો કરે છે. તો હવે કરીના એક એવો રોલ પ્લે કરવા જઈ રહી જે તેણે તેની 19 વર્ષની કરિયામાં અગાઉ ક્યારેય નિભાવ્યો નથી. 2017માં એજ્યુકેશન સિસ્ટમ પર બનેલી ફિલ્મ ‘હિંદી મીડિયમ’નો પાર્ટ 2 આવી રહ્યો છે. જેમાં કરીના પોલિસ ઓફિસરનો રોલ પ્લે કરવા જઈ રહી છે.
સુત્રો દ્વારા જાણવા મળ્યું છે કે આ ફિલ્મ માટે કરીના ફાઇનલ થઈ ગઈ છે અને તે પોતે આ રોલને લઇને એક્સાઇટેડ પણ છે. કરીના છેલ્લા ઘણાં સમયથી ફિલ્મોમાં પોતાના રોલને લઇને એક્સપરીમેન્ટ કરતી જોવા મળી રહી છે. છેલ્લે કરીનાએ ફિલ્મ ‘વીરે દી વેડિંગ’માં ફેમિનિસ્ટનો રોલ પ્લે કર્યો હતો.

‘હિંદી મીડિયમ 2’ ફિલ્મ બીજા એક ખાસ કારણથી પણ મહત્વની છે કારણ કે આ ફિલ્મનો હીરો ઈરફાન ખાન લાંબી બીમારી બાદ સિલ્વર સ્ક્રીન પર કમબેક કરી રહ્યો છે. ફિલ્મનું શૂટિંગ એપ્રિલમાં શરૂ થઈ જશે પણ કરીના મે મહિનાના અંતમાં ફિલ્મના લંડનમાં થઈ રહેલા શૂટિંગ શિડ્યુલનો ભાગ બનશે.

છેલ્લાં થોડા સમયથી આ ફિલ્મના ટાઇટલને લઇને પણ સમાચાર આવી રહ્યા છે કે આ ફિલ્મનું નામ ‘ઈંગ્લીશ મીડિયમ’ રાખવામાં આવશે. જોકે, હજી સુધી ફિલ્મના ફાઇનલ ટાઇટલની પુષ્ટિ કરવામાં નથી આવી. ફિલ્મની વાર્તા ઈરફાન ખાનની દીકરી પર આધારિત છે જે ભણવા માટે ઈંગ્લેન્ડ જાય છે. આ ફિલ્મને દિનેશ વિજન પ્રોડ્યુસ કરશે, જ્યારે કે તેનું ડિરેક્શન હોમી અડાજણિયા કરશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments