Sunday, November 28, 2021
Homeહિંમતનગરનો 22 વર્ષીય મેકેનિકલ એન્જિનિયર દીક્ષા લેશે
Array

હિંમતનગરનો 22 વર્ષીય મેકેનિકલ એન્જિનિયર દીક્ષા લેશે

હિંમતનગર: 13 માર્ચ 2019 ના રોજ 22 વર્ષના નવયુવાન હેમકુમાર હિતેશભાઇ ગાંધીની જૈનદીક્ષાનો મહોત્સવ હિંમતનગરની એલર્ટનગર સોસાયટીમાં યોજાનાર છે.

દીક્ષાર્થી હેમકુમાર મીકેનીકલ એન્જીનિયર અભ્યાસ દરમિયાન 2017ના ચાતુર્માસમાં યુવાહ્રદય સમ્રાટ પૂ. આ. હેમરત્ન સૂરીશ્વરી મહારાજના શિષ્યસ્ત પ્રવચનકાર પૂ.મૂનિરાજ હ્રદયરત્ન વિજયજીના સંપર્કમાં આવ્યો હતો. ત્યારબાદ ધાર્મિક અભ્યાસ કરતાં કરતાં ધર્મનો મહિમા સમજાયો, ધર્મક્રિયામાં જોડાઇ તેમાં રૂચિ વધતાં અભ્યાસનો ત્યાગ કરી ચાતુર્માસ પછી મૂની સાથે વધુ ધાર્મિક અભ્યાસાર્થે પાદવિહારમાં જોડાયો. સંસારના જીવનની તુલનામાં સંયમના જીવનનું આકર્ષણ વધતાં માતા-પિતા સમક્ષ દીક્ષા લેવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. માતા પિતાએપણ દીકરાની પરીક્ષા કરી સંયમ પંથે જવાની સંમતિ આપી હતી.

હેમકુમારે આ ચાતુર્માસ ડીસામાં પૂજ્ય મૂનિરાજ સાથે કરી અભ્યાસની સાથે માસ ક્ષમણ (સતત 30 ઉપવાસ) નામનો આકરો તપ પણ કરી પોતાના વૈરાગ્યને દ્દઢ કર્યો હતો. અંતે પ્રેમ-ભુવનભાનુસૂરી સમુદાયના ગચ્છાધિપતિ પરમ ગીતાર્થ પૂજ્ય આચાર્યદેવ જયઘોષસૂરીશ્વરજી મહારાજની સંમતિ મળતાં દીક્ષાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. તેના પિતા હિતેશ ભાઇ ચંદ્રકાંત ગાંધીએ જણાવ્યું કે અમે હેમને દીક્ષા માટે તૈયાર જાણી સહર્ષ સંમતિ આપી હતી. તે માટે એલર્ટનગરમાં તેમના નિવાસ સ્થાને આગામી 13 માર્ચના રોજ સોસાયટીનગર જૈન સંઘના ઉપક્રમે પંચાહ્નિકા મહોત્સવ પૂર્વક દીક્ષા મહોત્સવ ઉજવાશે .પૂ. મુ ની હ્રદયરત્ન વિજયજી મ.તા. 11 / 02 ના રોજ હિંમતનગરમાં પધાર્યા છે તથા પૂ . મુ ની યશોજયરત્નવિ. મહાવીરનગરના ઉપાશ્રયમાં દરરોજ 8.30 થી 9.30 આગમ શાસ્ત્રોનો પરિચય તથા ઉત્તરાધ્યયન સૂત્ર ઉપર પ્રવચન આપી રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments