હિંમતનગરમાં કારમાં ‘શરાબ-શબાબ’માણતા બે પોલીસકર્મી પકડાયા, લોકોએ મેથીપાક ચખાડી વીડિયો ઉતાર્યો

0
53

હિંમતનગર: શહેરના સહકારી જવ ચાર રસ્તા પાસે કારમાં શરાબ અને શબાબની મજા માણતા બે પોલીસકર્મીને લોકોએ પકડ્યા હતા. દારૂ પીધેલી હાલતમાં પોલીસકર્મીને લોકોએ મેથીપાક ચખાડ્યો હતો અને વીડિયો ઉતારી વાઈરલ કર્યો હતો. કારમાં બે પોલીસકર્મી સાથે એક મહિલા પણ હતી. ‘બંને પોલીસકર્મી ભરત રબારી અને મહિપાલસિંહ વિરુધ્ધ ગુન્હો નોંધ્યો છે અને બંનેને સસ્પેન્ડ કરી વધુ તપાસ હાથ ધરાઇ છે

મળતી માહિતી પ્રમાણે ગઈકાલે બપોર બાદ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો પોલીસકર્મી ભરત રબારીને દારૂ પીધેલી હાલતમાં લોકોએ પકડી એ ડીવીઝન પોલીસને સોંપતા પોલીસ બેડામાં પણ ખળભળાટ મચ્યો હતો. નોંધનીય છે કે પોલીસ કર્મીના વાહનમાં પણ દારૂની બોટલ જોવા મળી હતી. ઘટનાની જાણ થતા સાબરકાંઠા એસ.પીએ તાત્કાલિક અસરથી બે પોલીસ કર્મીને સસ્પેન્ડ કર્યા હતા.

9 જાન્યુઆરીના રોજ સાંજે ચારેક વાગ્યાના સુમારે સહકારી જીન ચાર રસ્તા કોટન માર્કેટ નજીક GJ-09-BF-1158 નંબરની કારમાં કંઇક અજુગતુ લાગતા લોકોએ પડકાર્યા હતા અને કારમાં બેઠેલ ઇસમોએ કાર ચાલુ કરી ભગાવવાનો પ્રયાસ કરતા ડીવાઇડરની નજીકની ઝાડીમાં કાર ઉભી થઇ ગઇ હતી.

કારમાં સવાર ઇસમોએ પોલીસ હોવાનો રોફ બતાવવા દરમિયાન દારૂ પીધેલા હોવાનું જણાતા લોકોએ મેથીપાક ચખાડી એ ડીવીઝન પોલીસને ફોન કરતા પોલીસ આવી પહોંચી હતી. કારમાં પોલીસનું બોર્ડ અને દારૂની બોટલનું ખોખુ પણ હતુ. ખેડબ્રહ્મા પોલીસ સૂત્રો દ્વારા મળતી માહીતી અનુસાર ભરતભાઇ રબારી, મહિપાલસિંહ અને અન્ય ત્રણ પોલીસકર્મીને તા. 09/01/19 ના રોજ સવારે 8 વાગ્યે સેક્ટર -13 મહાત્મા મંદિર ખાતે બંદોબસ્તમાં હાજર રહેવાની ડ્યૂટી સોંપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here