Monday, October 18, 2021
Homeહિંમતનગરમાં બંધ મકાનમાંથી 10 લાખની ચોરી
Array

હિંમતનગરમાં બંધ મકાનમાંથી 10 લાખની ચોરી

હિંમતનગરઃ હિંમતનગર શહેરના પોલો ગ્રાઉન્ડમાં રવિ-સોમવારની રાત્રિ દરમિયાન બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને 296.5 ગ્રામ સોનાના 75 ગ્રામ ચાંદીના દાગીના, રૂા.7 લાખ રોકડા મળી કુલ રૂા.10.01 લાખની મતાની ચોરી કરીને ફરાર થઇ ગયા હતા. નોંધનીય છે કે અત્યારે રમઝાન માસ ચાલી રહ્યો છે અને લઘુમતિ વિસ્તારોમાં રાત્રિ દરમિયાન ભારે ચહલપહલ રહે છે ત્યારે ઘરફોડે સૌ કોઇને વિચારતા કરી દીધા છે.

પોલોગ્રાઉન્ડમાં સીમનાન સ્ટ્રીટમાં આશિયાના સોસાયટીમાં રહેતા ઇશાકભાઇ વલીમહમદ ચાંદનીવાલા મેડીકલ ફાર્માડીલ નામની એજન્સી ધરાવે છે. તેમના પિતા નાના ભાઇના ઘેર રહે છે. નાનોભાઇ સોહિલ ગત તા.04મેના રોજ મક્કા- મદીના ગયેલ હોઇ રવિવારના રોજ રાત્રે આઠેક વાગ્યે ઇશાકભાઇ તેમના પિતા નાનાભાઇના ઘેર એકલા હોઇ નાનાભાઇ ના ઘેર ગયા હતા અને રાત્રે પોણા બારેક વાગ્યે તેમની પત્ની અને પુત્ર ઘર બંધ કરીને નાનાભાઇના ઘેર આવી ગયા હતા.

ઇશાકભાઇની પત્ની અને તેમનો પુત્ર બંને જણા સવારે સાડા ચાર વાગ્યે આશિયાના સોસાયટીમાં તેમના ઘેર આવ્યા હતા અને ઘેર આવીને જોતા ઘરની લોખંડની જાળીના દરવાજાનો નકૂચો તૂટેલો જોવા મળ્યો હતો અને ઘરના છેલ્લા રૂમમાં ત્રણેય કબાટ ખૂલ્લા હતા અને સરસામાન વેરવિખેર પડ્યો હતો તેમાં તપાસ કરતાં મક્કા મદીના જતી વખતે સોહીલભાઇ આપી ગયા હતા તે રૂા.6 લાખ રોકડા સહિત કુલ રૂા.7 લાખ રોકડા 296.5 ગ્રામના સોનાના વિવિધ દાગીના, 75 ગ્રામના ચાંદીના દાગીના, ચાર લેડીઝ ઘડીયાળ સહિત કુલ રૂા.10.01 લાખની મત્તાની ચોરી થયાનુ જાણવા મળતા ઇશાકભાઇએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

આ અંગે બીડીવી પીએસઆઇ પ્રતિપાલસિંહ ગોહીલ તાત્કાલિક પહોંચી ગયા હતા અને જરૂરી તપાસ કર્યા બાદ બપોરે ડીવાયએસપી ક્રીશ્નસિંહ સૂર્યવંશી સાથે ફરી તપાસ કરી આજુબાજુના સીસીટીવી ફૂટેજ મેળવવા તજવીજ હાથ ધરી હતી. ઘટનાથી ચકચાર મચી જવા પામી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments