Tuesday, December 7, 2021
Home'હિટમેન' એ એક જ ઇનિંગમાં તોડ્યા કોહલી, ગપ્ટિલ અને ગેઇલના તમામ રેકોડ્સ
Array

‘હિટમેન’ એ એક જ ઇનિંગમાં તોડ્યા કોહલી, ગપ્ટિલ અને ગેઇલના તમામ રેકોડ્સ

ટીમ ઇન્ડિયાએ બીજી T-20માં ન્યૂઝીલેન્ડને 7 વિકેટથી હરાવી દીધું. મેચમાં મેજબાન ટીમ ન્યૂઝીલેન્ડે પહેલી બેટિંગ કરતા 8 વિકેટ પર 158 રન કર્યા, તો ટાર્ગેટ પૂરો કરવા માટે આવેલી ટીમ ઇન્ડિયાએ 18.5 ઑવરમાં 3 વિકેટ પર 162 રન કરીને મેચ જીતી લીધી. ટીમ માટે કેપ્ટન રોહિત શર્મા એ 50 રનની શાનદાર ઇનિંગ રમી. આ દરમિયાન તેણે ઘણા રેકોર્ડ્સ પોતાના નામે કરી દીધા.

ટીમ ઇન્ડિયાનો સલામી બેટ્સમેન રોહિત શર્માએ ઇન્ટરનેશનલ T-20 સૌથી વધારે રન કરનાર બેટ્સમેન બની ગયો. રોહિતે ન્યૂઝીલેન્ડ વિરુદ્ઘ અહીંયા રમાયેલી બીજી T-20 મેચમાં હાફ સેન્ચુરી કરીને આ સિદ્ઘિ પોતાના નામે કરી. રોહિતે અત્યાર સુધી 92 T-20 મેચમાં 84 ઇનિંગમાં 32.68ની એવરેજથી 2288 રન કર્યા. રોહિતનો સ્ટ્રાઇક રેટ 134.81 રહ્યો, તેણે 4 સેન્ચુરી અને 16 હાફ સેન્ચુરી કરી છે.

‘હિટમેન’એ આ મામલામાં ન્યૂઝીલેન્ડના માર્ટિન ગપ્ટિલને પાછળ છોડી દીધો. આ મેચ પહેલા ગપ્ટિલ (2272 રન) ને પાછળ છોડવા માટે રોહિતને 35 રનની જરૂર હતી. ગપ્ટિલે 76 મેચની 74 ઇનિંગ્સમાં 33.91ની એવરેજથી 2272 રન કર્યા છે, જ્યારે પાકિસ્તાનના બેટ્સમેન શોએબ મલિક આ યાદીમાં ત્રીજા સ્થાન પર છે. 111 મેચની 104 ઇનિંગ્સમાં તેના નામે 2263 રન છે.

એટલું જ નહી કેપ્ટન તરીકે પણ રોહિતે વધુ એક ઉપલબ્ધિ મેળવી છે. 14 ઇન્ટરનેશનલ T-20 મેચ પછી કેપ્ટન રોહિતના નામે 12 જીત દાખલ થઇ છે.  આ સાથે જ ઓસ્ટ્રેલિયાના માઇકલ ક્લાર્ક, પાકિસ્તાનના સરફરાજ અહમદની બરાબરી કરી. આ મામલામાં શોએબ મલિક અને અફધાનિસ્તાનના અશર સ્તાનિકજઇ 11-11 જીતની સાથે બીજા સ્થાન પર છે.

ન્યૂઝીલેન્ડ સામે બીજી T-20 મેચમાં 50 રનની ઇનિંગ રમવા માટે રોહિત શર્માએ T-20 ઇન્ટરનેશનલમાં સૌથી વધારે 50+ (16 હાફ સેન્ચુરી અને 4 સેન્ચુરી) સ્કોર કરનારો બેટ્સમેન બન્યો છે. આ પહેલા વિરાટ કોહલીના નામે 19 હાફ સેન્ચુરી ફટકારવાનો રેકોર્ડ હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments