હિના ખાનની ડેબ્યુ ફિલ્મ ‘લાઇન્સ’નું પહેલું પોસ્ટર કાન ફિલ્મ ફેસ્ટિવલમાં લોન્ચ થયું

0
114

બોલિવૂડ ડેસ્ક: ટીવી એક્ટ્રેસ હિના ખાને આ વર્ષે ‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’માં તેની ડેબ્યુ શોર્ટ ફિલ્મ ‘લાઇન્સ’નું પહેલું પોસ્ટર રિલીઝ કર્યું. આ ફિલ્મથી જ હિના ખાને આ વર્ષે ફ્રાન્સના કાન ખાતે ચાલી રહેલા વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત એવા ‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’માં રેડ કાર્પેટ પર પણ એન્ટ્રી લીધી હતી. હિના ખાનની શોર્ટ ફિલ્મ ‘લાઇન્સ’ કારગિલ યુદ્ધ પર આધારિત છે.

હિના ખાન આ વર્ષના 72મા ‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’ એડિશનમાં તેના બોયફ્રેન્ડ રોકી જયસ્વાલ સાથે ગઈ છે. ફિલ્મના ડિરેક્ટર હુસૈન ખાન છે. ‘લાઇન્સ’ ફિલ્મને કુંવર શક્તિ સિંહે અને રાહત કાઝમીએ લખી છે. ફિલ્મની સ્ટારકાસ્ટમાં હિના ખાનની સાથે ફરીદા જલાલ અને રિશી ભુતાની પણ સામેલ છે. ‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’ 14 મેથી શરૂ થયો છે અને 25 મેએ આ ફેસ્ટિવલ પૂરો થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here