Sunday, October 17, 2021
Homeહિન્દી ભાષાને ધોરણ-8 સુધી ફરજિયાત બનાવવા મુદ્દે સરકારનો મોટો ખુલાસો
Array

હિન્દી ભાષાને ધોરણ-8 સુધી ફરજિયાત બનાવવા મુદ્દે સરકારનો મોટો ખુલાસો

હિન્દી ભાષાને ધોરણ-8 સુધી ફરજીયાત બનાવવા મુદ્દે કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે. કેન્દ્રીય માનવ અને સંસાધન વિકાસ પ્રધાન પ્રકાશ જાવડેકરે હિન્દી ભાષા મુદ્દે વહેતા થયેલા અહેવાલોને પાયાવિહોણા ગણાવ્યા છે. નવી શિક્ષણ નીતિના ડ્રાફ્ટમાં હિન્દીને ધોરણ-8 સુધી ફરજીયાત કરવાની ભલામણ કરાઇ હોવાના અહેવાલો વહેતા થયા હતા. જો કે તેને રદિયો આપતા પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે હિન્દીને ફરજીયાત બનાવવાની સરકારની કોઇ યોજના નથી.

રિપોર્ટ મુજબ કે.કસ્તુરીરંજન કમિટીએ માનવ સંસાધન વિકાસ મંત્રાલયને નવી શિક્ષણ નીતિનો ડ્રાફ્ટ સોંપ્યો છે. જો કે જાવડેકરે શિક્ષણ નીતિનો ડ્રાફ્ટ હજુ સુધી મંત્રાલયને ન સોંપાયો હોવાનું જણાવ્યું છે. મહત્વનું છે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2017નો ડ્રાફ્ટ તૈયાર કરવા માટે વિખ્યાત અંતરિક્ષ વૈજ્ઞાનિક ડોક્ટર કે. કસ્તુરીરંજનની અધ્યક્ષતામાં 9 સભ્યોની સમિતિ રચવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments