Friday, December 3, 2021
Homeહિમસ્ખલન બાદ તિબ્બેટ સીમા પર ફસાયેલા 5 જવાનોનો 3 દિવસ બાદ બચાવ
Array

હિમસ્ખલન બાદ તિબ્બેટ સીમા પર ફસાયેલા 5 જવાનોનો 3 દિવસ બાદ બચાવ

શિમલાઃ હિમાચલ પ્રદેશના કિનૌરમાં બુધવારે થયેલા હિમસ્ખલન બાદ ફસાયેલા સૈન્યના 5 જવાનોને શુક્રવારે રાત્રે બચાવી લેવામાં આવ્યા છે. કુલ 11 જવાનો બરફની ચપેટમાં આવી ગયા હતા. તેઓની શોધ માટે સૈન્ય, ઇન્ડો-તિબેટીયન બોર્ડર ફોર્સ અને પોલીસની ટીમે ઓપરેશન ચલાવ્યું હતું. આ દુર્ઘટનામાં એક જવાન શહીદ થઇ ગયો છે, જ્યારે 5 જવાનોને એ જ દિવસે બચાવી લેવામાં આવ્યા છે.

જવાન પાઇપલાઇન ઠીક કરવા ગયા હતા

અધિકારીઓના જણાવ્યા અનુસાર, સેનાના 16 જવાન તિબ્બેટ બોર્ડરની પાસે નમજ્ઞા પહાડી ક્ષેત્રમાં પાણીની પાઇપ લાઇન ઠીક કરવા ગયા હતા. આ દરમિયાન શિપકિલાની પાસે હિમસ્ખલન થયું.
જવાનોની શોધમાં 150 જવાનોને લાવવામાં આવ્યા હતા. મીડિયા રિપોર્ટ્સમાં પહેલાં આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે, 5 જવાનો શહીદ થયા, પરંતુ અંતે તમામને બચાવી લેવામાં આવ્યા.
કિનૌરના ડેપ્યુટી કમિશનર ગોપાલ ચંદે જણાવ્યું કે, હિમસ્ખલનમાં ફસાઇને શહીદ થયેલા જવાનોની ઓળખ રમેશ કુમાર (41) તરીકે થઇ. તેઓ હિમાચલમાં બિલાસપુર જિલ્લાના ઘુમરપુર ગામના રહેવાસી હતી. હિમસ્ખલનમાં ફસાયેલા તમામ જવાનો જમ્મુ-કાશ્મીર રાઇફલ્સના છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments