Wednesday, September 22, 2021
Homeહિમાચલના એક યુવકે ફેસબુક સિક્યોરીટી ફીચરમાં ખામી જણાવી, કંપનીએ ભૂલ માનીને તેને...
Array

હિમાચલના એક યુવકે ફેસબુક સિક્યોરીટી ફીચરમાં ખામી જણાવી, કંપનીએ ભૂલ માનીને તેને સુધારી

શિમલા(હિમાચલ પ્રદેશ). બિલાસપુરના સાઈબર એક્સપર્ટ શશાંક મહેતાને ફેસબુકે તેમના સિક્યુરીટી ફિચરમાં ખામી કાઢવા માટે સન્માનિત કર્યા છે. સાથે જ તેમને હોલ ઓફ ફેમમાં 15મો ક્રમ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત શશાંકને 1 લાખ 38 હડાર (2000 યુએસ ડોલર)ની પુરસ્કાર રકમ પણ આપવામાં આવી છે.

શશાંકે જણાવ્યું કે, બ્લોક એકાઉન્ટને ઓપરેટ કરી શકાય છે
ફેસબુક પર ફેક એકાઉન્ટ બનાવવા અથવા કોઈ અન્યનો ફોટો પ્રોફાઈલમાં લગાડવા જેવી કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ જ્યારે ફેસબુક સર્વરની જાણમાં આવે છે તો ફેસબુક તે યુઝરનું એકાઉન્ટ બ્લોક કરી દે છે. જેથી ફેસબુક ફેક એકાઉન્ટનો ખોટો ઉપયોગ થતા રોકે છે. વાસ્તવિક યુઝર જ્યાં સુધી તેની સાચી ઓળખાણ ન બતાવે ત્યાં સુધી આ આઈડી બ્લોક રહે છે. શશાંકે જણાવ્યું કે, આવું કરવા છતા આ પ્રકારના આઈડીને ઓપરેટ કરી શકાય છે.
ફેસબુકે સ્વીકાર્યુ કે ખામી છે
શશાંકે ફેસબુકની સિક્યોરીટી ટીમને ફેક એકાઉન્ટમાં બગ સંબંધિત ખામીની માહિતી આપી હતી. શશાંકે આ રિપોર્ટમાં ફેસબુકને સાબિત કરીને બતાવ્યું કે, કેવી રીતે ફોટો, મેસેજ  અથવા અન્ય કોઈ પોસ્ટ આવા એકાઉન્ટને ઓપરેટ કરીને અપલોડ કરી શકાય છે. સોશયલ નેટવર્કિંગ સાઈટે ગત બુધવારે જ શશાંક દ્વારા જણાવાયેલી ખામીને સુધારી દીધી છે.
સાઈબર સિક્યોરીટી માટે નોકરી છોડી
બિલાસપુર શહેરના રૌડા સેક્ટરના રહેવાસી યશપાલ મહેતા અને મમતા મહેતાનાં પુત્ર શંશાક મહેતાએ એપીયુ જલંધર ખાતેથી એમસીએની ડિગ્રી મેળવી છે. એક વર્ષ સુધી તેમને ગુરુગ્રામની એક પ્રાઈવેટ કંપનીમાં નેટવર્ક એડમિન તરીકે ની નોકરી પણ કરી, પંરતુ સાઈબર સિક્યોરીટીમાં તેમના રસને કારણે તેમને આ નોકરી છોડીને કંઈક નવુ કરવાનું વિચાર્યુ હતુ.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments