Saturday, September 25, 2021
Homeહિમાચલ : કિન્નોર જિલ્લામાં ભૂસ્ખલનના કારણે 9ના મોત, ત્રણ ઘાયલ
Array

હિમાચલ : કિન્નોર જિલ્લામાં ભૂસ્ખલનના કારણે 9ના મોત, ત્રણ ઘાયલ

હિમાચલ પ્રદેશના કિન્નોર જિલ્લામાં ભૂસ્ખલનના કારણે 9 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે ત્રણ ઘાયલ થયા છે. પ્રાપ્ત માહિતી મુજબ કિન્નોર જિલ્લામાં બટસેરીના ગુંસાની પાસે ખડકો પડવાથી છિતકુલથી સાંગલા તરફ જઈ રહેલા પર્યટકોની ગાડી ભૂસ્ખલનનો ભોગ બની હતી. ગાડીમાં બેઠેલા પર્યટક દિલ્હી અને ચંદીગઢથી હિમાચલ ફરવા આવ્યા હતા.

પહાડો પરથી સતત પથ્થરો પડતા હોવાના કારણે રેસ્ક્યુ મુશ્કેલી
ઘટનાની સુચના મળતા જ પોલીસ અને પ્રશાસનની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. કોંગ્રેસ ધારાસભ્ય જગત સિંહ નેગીએ જણાવ્યું કે પહાડી પરથી સતત પથ્થર પડી રહ્યાં છે, જેના કારણે રેસ્ક્યુમાં મુશ્કેલી આવી રહી છે. તેમણે કહ્યું કે ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવા માટે સરકાર પાસે હેલિકોપ્ટર માંગવામાં આવ્યું છે. તે ઝડપથી પહોંચશે તેવું આશ્વાસન મળ્યું છે. કિન્નોરના ડીસી આબિદ હુસૈન સાદિક, એસપી એસ આર રાણે પણ ઘટના સ્થળે હાજર છે.

ભૂસ્ખલન થવાથી ઘણા વાહનો ક્ષતિગ્રસ્ત થયા
બટસેરીના લોકો પોલીસની સાથે રેસ્ક્યુમાં જોડાઈ ગયા છે. ભૂસ્ખલન થવાથી ગામ માટે બાસ્પા નદી પર બનેલો કરોડોનો પુલ તુટી ગયો છે. ભૂસ્ખલન થવાથી ગામ માટે બસ્પા નદી પર બનેલો કરોડોનો પુલ તુટી ગયો છે. તેનાથી ગામનો સંપર્ક દેશ-દુનિયા સાથે કપાઈ ગયો છે. પ્રાપ્ત માહિતી મુજબત, ભૂસ્ખલન થવાથી ઘણા વાહનો ક્ષતિગ્રસ્ત થયા છે.

ભારે વરસાદના કારણે રસ્તાને મોટા પ્રમાણમાં નુકસાન
જ્યારે રાષ્ટ્રીય હાઈવે 505 કાજા-સમુદો અંતર્ગત આવતા કાજાના લારા નાળામાં શનિવારે અડધી રાતે વાદળ ફાટી ગયું છે. ભારે વરસાદ પછી નાળામાં વાદળ ફાટવાથી પુર આવી ગયું. જોકે વાદળ ફાટવાના કારણે કોઈ પણ પ્રકારનું નુકસાન થયુ નથી. જોકે તેના કારણે રસ્તાને ખૂબ જ નુકસાન થયું છે. તેના પગલે અહીં રસ્તાની બંને બાજુએ 50થી વધુ વાહનો ફસાયા છે. રસ્તો રીપેર થયા પછી જ આ તમામ વાહનો લારા નાળા પરથી નીકળી શકશે. વાદળો ફાટવાની માહિતી મળતા જ બીઆરઓની ટીમે રસ્તાને રિપેર કરવાનું કામ શરૂ કર્યું છે. મશીનરી લગાવીને રસ્તાને રિપેર કરવાની કામગીરી ચાલી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments