Tuesday, September 21, 2021
Homeહિમાચલ પ્રદેશમાં ભારે હિમ વર્ષા, બદરીનાથ ધામમાં દસ ફૂટ સુધી બરફનાં થર...
Array

હિમાચલ પ્રદેશમાં ભારે હિમ વર્ષા, બદરીનાથ ધામમાં દસ ફૂટ સુધી બરફનાં થર જામ્યા

બદરીનાથ ધામ પર બરફની ચાદર છવાઇ ગઇ છે.જાન્યુઆરી મહિનાથી સતત થતી બરફવર્ષાને કારણે સમગ્ર મંદિર બરફનાં ઢગ સમાન થઇ ગયું છે. જ્યાં નજર પડે ત્યાં બરફ જ દેખાય છે. એક પણ પક્ષી ફરકે નહિં તેવી બરફ વર્ષા થઇ રહિ છે.

આ દ્રશ્ય બદરીનાથ ધામનાં મુખ્ય મંદિરની તસવીર છે. અહિં યાત્રીઓની ભાર ઘસારો રહે છે. લોકો કલાકો સુધી ભગવાનનાં દર્શન માટે લાંબી લાઇનમાં ઉભા હોય છે. જો કે વર્તમાનમાં ભગવાનનાં મંદિરનાં કપાટ બંધ છે અને સમગ્ર મંદિર પરિસરમાં દસ ફૂટ કરતા વધારે બરફની ચાદર છવાઇ છે. ધામ તરપ જતા બધા રસ્તાઓ બરફવર્ષાને કારણે બંધ કરવા પડ્યા છે.

બદરીનાથ મંદિરની બહાર દસ ફૂટ સુધી બરફનાં થર જામ્યા

ભારે બરફવર્ષાને કારણે રસ્તા પર ઠેર-ઠેર બરફ જોવા મળે છે. રસ્તા પરથી બરફ હટાવવાની કામગીરી શરૂ થઇ ગઇ છે. જો કે મોટા મોટા ગ્લેશિયર હોવાને કારણે રસ્તો ક્લિઅર કરવામાં વધારે સમય લાગશે. આ સિવાય હાચલ પ્રદેશનાં અનેક વિસ્તારોમાં બરફની આફત ચોતરફ છે. અનેક જગ્યાએ 3થી 4 ફૂટ સુધી બરફનાં થર જામ્યા છે.જેને કારણે તાપમાન માઇનસ દસ ડિગ્રી સુધી પહોંચ્યું છે.

ખંભે ગેસ સિલેન્ડર ઉંચકીને લઇ જતો યુવક

હિમાચલ પ્રદેશમાં બરફ કેર બન્યો છે. ત્યારે તસવીરમાં જોઇ શકાય છે કે હિમાચલનાં કાઝા વિસ્તારમાં ત્રણ ફૂટસુધી જામેલા બરફનાં થરમાં રસ્તો બનાવીને  એક યુવક પોતાનાં ખંભા પર ગેસ સિલેન્ડર ઉંચકીને લઇ જવા માટે મજબૂર બન્યો છે. એક શખ્સ આગળ રસ્તો બનાવતો જાય છે,જ્યારે બીજી વ્યક્તિ ખંભા પર સિલીન્ડર ઉંચકીને ધમી-ધીમે આગળ વધી રહ્યો છે.

બીજી તરસવીર હિમાચલનાં કેલોન્ગ વિસ્તારની છે. અહિં પણ બરફીલી આફતનો અણસાર વર્તાય રહ્યો છે. બરફવર્ષા રોકાયા પછી પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટનાં કર્મચારીઓ રસ્તા પરથી બરફ હટાવતા નજરે પડે છે. જો કે અહિં પણ બરફની મોટી ચાદર છવાયેલી હોવાથી સડક સાફ કરવામાં ભાર મુશ્કેલી પડી રહિ છે.

 

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments