‘હું તને જોઈ લઈશ’ ધમકી નથી રહી, ગુજરાત હાઈકોર્ટ આપ્યો આ ચુકાદો

0
22

ગુજરાત હાઈકોર્ટે એક વકીલ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી એફઆઈઆર રદ્દ કરતા ચુકાદો આપ્યો છે કે ઝગડા સમયે એમ કહેવું કે ‘હું તને જોઈ લઈશ’ ઘમકી ન કહેવાય. કોર્ટે આ વાક્યને અપરાધિક ધમકી કહેવાનો ઈનકાર કરતા જણાવ્યું કે ધમકી એ હોય છે જેનાથી દિમાગમાં કોઈ ભય પેદા થાય. આ ચુકાદો કોર્ટે ગુરુવારે આપ્યો છે.

આ મામલો સાબરકાંઠાના વકીલ મોહમ્મદ મોહલિન છાલોતિયા સાથે જોડાયેલો છે. તે મેં 2017માં લોકઅપમાં બંધ પોતાના ક્લાઈન્ટને મળવા ગયા હતા. પોલીસે તેમને તેને મળવાથી રોક્યો. જ્યાર બાદ તેની પોલીસ સાથે બહેસ થઈ ગઈ. ગુસ્સામાં પોલીસકર્મિઓને તેમણે કહ્યું કે તે તેને જોઈ લેશે અને હાઈકોર્ટમાં ઘસેડી જવાની ધમકી આપી. ત્યાર બાદ પોલીસે વકીલ વિરુદ્ધ સરકારી કામમાં અડચણ ઉભી કરવા અને ઓફિસરોને ડ્યુટી કરવાથી રોકવાનો મામલો નોંધવામાં આવ્યો.

ત્યારથી જ વકિલ જેલમાં બંધ છે. મામલાની સુનવણી કરતા જસ્ટિસ એએસ સુપૈયાએ જણાવ્યું કે આ કેસમાં એવી કોઈ વાત સામે નથી આવી જેને અપરાધિક ધમકી સમજવામાં આવે. પછી હાઈકોર્ટે ધમકીની વ્યાખ્યા સ્પષ્ટ કરી અને કહ્યું કે, કોઈને ધમકી આપવામાં આવે તો પીડિતને સ્પષ્ટ હોવું જોઈએ કે આરોપી કયા પ્રકારના ગેરકાયદેસર કામથી તેને શારિરીક, માનસિક અથવા તેની પ્રતિષ્ઠાને નુકશાન પહોંચાડી શકે છે.

શું કહ્યું વકીલે?

વકીલે જણાવ્યું કે પોતાના ક્લાઈન્ટને કાયદાની સલાહ આપવી ગેરકાયદેસર નથી. તેમણે દલીલ આપતા કહ્યું કે તે વકીલ છે. પોલીસે 10 વાગે તેમના ક્લાઈન્ટની ધરપકડ કરી હતી. તેમના વિરુદ્ધ બપોરે 3.35 સુધી કોઈ એફઆઈઆર દાખલ કરવામાં ન હતી આવી.

તેમણે દલીલમાં જણાવ્યું કે હું તેમના બંધારણીય અઘિકારોની રક્ષા માટે પોલીસ સ્ટેશન ગયો હતો. ક્લાઈન્ટને કાયદાકીય સલાહ આપવાથી રોકવાનો કોઈ કાયદો નથી. આવું કરવા વાળાને જ લોકએપમાં બંધ કરવો એ તેના મુળભુત અધિકારોના ઉલંધન સમાન છે.

કોરે જણાવ્યું કે એ વાતનો પણ કોઈ ઉલ્લેખ નથી કે વકીલે પોલીસને તેનું કોઈ કામ કરવાથી રોકી હોય. વકીલ વિરુદ્ધ આઈપીસી ધારા 186, 189 અને 506(1) હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here