Tuesday, December 7, 2021
Homeહું તારો મામા છું, ચોકલેટ આપીશ' કહી 42 વર્ષનો હવસખોર 8 વર્ષની...
Array

હું તારો મામા છું, ચોકલેટ આપીશ’ કહી 42 વર્ષનો હવસખોર 8 વર્ષની બાળકીને પીંખવા માંગતો હતો

સુરત: પુણામાં 8 વર્ષની બાળકીની લાજ લૂંટાતા બચી છે. બાળકીને આરોપી બગીચામાં લઈ જઇને લાજ લેવાની કોશિશ કરતાં બાળકીએ બુમાબુમ કરતા લોકો ભેગા થઈ જતાં અજાણ્યાને માર મારીને પોલીસને સોંપી દીધો છે. પુણા પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર પુણા ગામ વિસ્તારમાં કેનાલ પાસે એક પરિવાર રહે છે. પરિવારની 8 વર્ષીય બાળકી ઘર પાસે રમી રહી હતી. ત્યારે એક અજાણ્યો યુવક તેની પાસે આવ્યો. તેને બાળકીને કહ્યું કે તેનો મામો થાય છે. ત્યાંથી ચોકલેટ આપવાની વાત કર્યા બાદ ગાર્ડનમાં જવાનું કહ્યું. ત્યાં ગાર્ડન પાસે અજાણ્યાએ બાળકીની લાજ લેવાની કોશિશ કરતાં તેને બુમાબુમ કરતા આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. તેઓએ અજાણ્યાને માર મારીને પોલીસને જાણ કરી હતી. પોલીસ અજાણ્યાને પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી. યુવકનું નામ હરીહર રામાનંદ ચૌહાણ(રહે. પુણા ગામ,મુળ . ધીરપટ્ટી, કુશીનગર, ઉત્તર પ્રદેશ) છે. 42 વર્ષિય હરીહર પરણેલો છે અને ભવાની ઇન્ડસ્ટ્રીઝમાં કપડાના ખાતામાં નોકરી કરે છે. પોલીસે બાળકીના પિતાની ફરિયાદ લઈને હરીહર વિરુદ્ધ ગુનો નોંધીને ધરપકડ કરી છે.

પુણામાં શાકભાજી ખરીદતી પરિણીતાનો રોમિયોએ હાથ પકડી લીધો

પુણાની માનસરોવર સોસાયટી વિસ્તારમાં રસ્તા પર શાકભાજી ખરીદતી પરિણીતાનો રત્ન કલાકારે હાથ પકડી લીધો હતો તેમજ જો મોબાઈલ ફોન નંબર નંબર નહીં આપે તો એક્સિડેન્ટ કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે તાત્કાલિક આરોપીની ધરપકડ કરી હતી. 30 વર્ષીય મોહિની(નામ બદલ્યું છે) ઘરેથી બહાર કોઈ કામ માટે નિકળે એટલે બાઇક પર અજાણ્યો તેનો પીછો કરતો હતો. તે ઘર સુધી પહોંચી જતો હતો. આ બાબતની પોલીસને જાણ કરતા પુણા પોલીસ તત્કાલ મોહિનીના ઘર પાસે પહોંચી ગઈ હતી. ત્યાંથી બાઇક સવાર રોમિયો વિકાસ ઉર્ફે વિકી વસંત ગુરવા(23 વર્ષ, રહે.એ-2, લેખસિટી,ડિંડોલી)ને પકડી લીધો હતો. મોહિનીએ તેના વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કર્યો હતો. વિકાસ રત્ન કલાકાર છે. વિકાસની બહેન પુણા વિસ્તારમાં રહે છે. તે બહેનના ઘરે જતો હતો ત્યારે મોહિનીને જોઈ હતી.

કતારગામમાંથી 16 વર્ષીય કિશોરીનું અપહરણ, માતાએ ફરિયાદ નોંધાવી

કતારગામ વિસ્તારમાંથી 16 વર્ષિય કિશોરીનું યુવકે અપહરણ કરતા તેના વિરુદ્ધ કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. મુળ ઉત્તર પ્રદેશનો પરિવાર સુરતમાં કતારગામ વિસ્તારમાં રહે છે. પરિવારમાં 16 વર્ષની દિકરી દિપાલી( નામ બદલ્યું છે).તેમની સાથે રફુજ અલી ઉર્ફે રવી ઇસ્માલુદ્દીન છેલ્લા પાંચેક વર્ષથી રહેતો હતો. 15 મી તારીખે રફુજ અલી દિપાલીને ભગાવી લઈ ગયો હતો.

ધાબા પર 13 વર્ષની સગીરાની છેડતી કરતાં બે યુવકો સામે ગુનો નોંધાયો

15મી તારીખે સાંજે બે યુવકોએ પતંગ ચગાવતી વેળા તરૂણીના પરિવાર સાથે જાતિવિષયક શબ્દો બોલી માથાકૂટ કરી હતી તેમજ 13 વર્ષની તરૂણીની છેડતી કરી પોલીસ ફરિયાદ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે જહાંગીરપુરા પોલીસે કલ્પેશ મધુ પટેલ(રહે, યોગેશ્વર સ્ટ્રીટ, ડેલાસા, ઓલપાડ) તથા પ્રિતમ જગદીશ પટેલ(રહે,જાનકી રેસીડન્સી, જહાંગીરપુરા)ની સામે છેડતીનો ગુનો નોંધ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments