Monday, December 5, 2022
Homeગુજરાતહું તો સામાન્ય પરિવારનો સંતાન છું, મારી કોઈ ઓકાત નથી: PM મોદી

હું તો સામાન્ય પરિવારનો સંતાન છું, મારી કોઈ ઓકાત નથી: PM મોદી

- Advertisement -

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે ચૂંટણી પ્રચાર દરમ્યાન PM મોદીએ સુરેન્દ્રનગરથી સંબોધન કરતા કહ્યું કે, વિકાસના કામોમાં અમે હિસાબ આપવા તૈયાર છીએ પણ કોંગ્રેસ વાળા હવે વિકાસની વાત જ નથી કરતા. કોંગ્રેસવાળા કહે છે કે આ મોદીને તેની ઓકાત બતાવી દઇશું, અરે મારી કોઈ ઓકાત નથી. હું સામાન્ય પરિવારમાંથી આવ્યો છું ભાઈ. અરે અમારી કોઈ ઓકાત નાથી, વિકાસના કામોની ચર્ચા કરો.

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના વરિષ્ઠ નેતા મધુસૂદન મિસ્ત્રીએ રાજીવ ભવનમાં પાર્ટીનો ઢંઢેરો લૉન્ચ કર્યા બાદ એક ટીવી ચેનલ સમક્ષ નિવેદન આપતા કહ્યું હતું કે, તેઓ પીએમ મોદીને ગુજરાત ચૂંટણીમાં તેમની ‘ઓકાત’ બતાવશે. PM નરેન્દ્ર મોદી ગમે તેટલી કોશિશ કરે તેઓ સરદાર પટેલ બની શકતા નથી.’

PM મોદીએ વધુમાં કહ્યું કે, હું ઝાલાવાડમાં હેલિકોપ્ટરમાંથી ઉતર્યો કે તુરંત જ સંતોએ મને આશીર્વાદ આપ્યા, તે મારું સૌભાગ્ય છે અને હું સંતોના ચરણોમાં પ્રણામ કરું છું. આ મોદી દિલ્હીમાં છે પણ એને ગુજરાતની ખબર હોય, ગુજરાતમાં આ વખતે મગફળીમાં ખેડૂતોને શું ભાવ મળ્યા! આશીર્વાદ આપજો અમને આશીર્વાદ આપજો, આ પદ માટે યાત્રા કરનારાઓને તો કપાસ અને મગફળીમાં અંતર જ ખબર નહીં હોય. બહારથી આવેલા લોકોને ખબર જ નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular