‘હું પણ રાજપુત છું, એક-એકને બરબાદ કરી નાંખીશ’ મણિકર્ણિકાનો વિરોધ કરનાર કરણીસેના પર ભડકી કંગના

0
66

બોલીવુડની બોલ્ડ અને બિન્દાસ એક્ટ્રેસ કંગના રનૌતે કરણી સેનેની ધમકીનો જડબાતોડ જવાબ આપ્યો છે. હકીકતમાં અગાઉ સંજય લીલા ભણસાલીની પદ્માવત ફિલ્મ સામે વિરોધ કરનારી કરણી સેનાએ હવે મણીકર્ણિકા ફિલ્મ સામે વિરોધ કરવાનું જાહેર કર્યું હતું. તેમણે નિર્માતાઓને ધમકી આપી કે જો તેમને ફિલ્મ દેખાડવામાં નહી આવે તો તોડફોડ કરશે અને ફિલ્મ થિયેટરોમાં રિલિઝ નહી થવા દે.

કંગનાએ કરણી સેનાની ધમકીઓનો જડબાતોડ જવાબ આપતાં કહ્યું કે, તે કોઇનાથી ડરતી નથી અને તે લડ્યા વિના હિંમત નહી હારે. એક્ટ્રેસે કહ્યું કે, ચાર ઇતિહાસકારોએ મણિકર્ણિકા જોઇ છે. અમે સેન્સરનું સર્ટિફિકેટ પણ લીધું છે. આ વિશે કરણી સેનાને પણ જાણ કરવામાં આવી છે પરંતુ તેમ છતાં તેઓ મને પરેશાન કરી રહ્યાં છે. જો તે આટલાથી નહી અટકે તો તેમને પણ તે ખબર હોવી જોઇએ કે હું પણ રાજપુત છું અને એક-કને નષ્ટ કરી નાંખીશ.

જણાવી દઇએ કે સેનાએ થિયેટર માલિકોને એવી વિનંતી કરતો પત્ર જાહેર કર્યો હતેા જેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે આ ફિલ્મમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઇની કથાને વિકૃત રીતે રજૂ કરાઇ છે માટે તમે આ ફિલ્મ તમારા થિયેટરમાં રજૂ કરતા નહીં….

અગાઉ ઝાંસીની રાણી વિશે ફિલ્મ કેતન મહેતા બનાવવાના હતા પરંતુ એમની તબિયત સારી નહોતી એ વાતનો લાભ ( કે ગેરલાભ ) લઇને ફિલ્મની હીરોઇન કંગના રનૌતે સાઉથના ડાયરેક્ટર ક્રીશ સાથે મળીને આ ફિલ્મ બનાવવા માંડી હતી. ક્રીશે ૬૫ ટકા જેટલું કામ કર્યા બાદ કંગનાની કહેવાતી દખલગીરીથી કંટાળીને ફિલ્મ છોડી દીધી હતી અને ત્યારબાદ કંગનાએ ડાયરેક્શન સંભાળી લીધું હતું.

કરણી સેનાના રાષ્ટ્રીય વડા સુખદેવ સિંઘ શેખાવતે એવો દાવો કર્યો હતો કે આ ફિલ્મમાં ઝાંસીની રાણીને બ્રિટિશ અધિકારી સાથે અફેર હોવાનું અને એક સ્પેશિયલ ગીતમાં રાણીને ડાન્સ કરતી હોવાનું દેખાડવામાં આવ્યું છે. આ દ્રશ્યો પરંપરાની વિરુદ્ધના છે એટલે અમે આ ફિલ્મનો વિરોધ કરવાના છીએ. અમે થિયેટર માલિકોને વિનંતી કરી છે કે આ ફિલ્મને રજૂ નહીં કરતા. કોઇ થિયેટર રજૂ અને હિંસક પ્રત્યાઘાત પડે તો એની જવાબદારી થિયેટરની પોતાની રહેશે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here