Tuesday, December 7, 2021
Homeહું સિદ્ધુ જેવા નાના માણસોની વાત નથી કરતો પણ દિગ્વિજયને અને મમતાને...
Array

હું સિદ્ધુ જેવા નાના માણસોની વાત નથી કરતો પણ દિગ્વિજયને અને મમતાને તો શરમ આવવી જોઈએ

કોંગ્રેસના નેતાઓએ એર સ્ટ્રાઈકના પુરાવા સરકાર પાસે માગતા કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે પ્રેસ કોન્ફરન્સ સંબોધી કોંગ્રેસ નેતા પર આકારા પ્રહાર કર્યા. રવિશકંર પ્રસાદે કહ્યુ કે, કોંગ્રેસના નેતાઓ પાકિસ્તાનની ભાષા બોલી રહ્યા છે. કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહને શરમ આવવી જોઈએ. તેઓને સેનાના જવાનોની શહાદત પર સવાલ કરતા શરમ આવવી જોઈએ.

દિગ્વિજયસિંહ આતંકવાદી ઓસમા બિન લાદેનને ઓસામાજી કહે છે. આખો દેશ જેમના શૌર્ય ગર્વ કરે છે. તેઓ પુલવામા આતંકવાદી હુમલાને દુર્ઘાટના ગણાવી રહ્યા છે. રવિશંક પ્રસાદે કહ્યુ કે, હું કોઈ સિદ્ધુ જેવા નાના નેતાઓની વાત નથી કરી રહ્યો. હું સિબ્બલ, દિગ્વિજય અને ચિદમ્બર જેવા નેતાઓની વાત કરી રહ્યો છું. જેઓ દેશની સેનાનું મનોબળ તોડવાનું કામ કરી રહ્યા છે.

રવિશંકર પ્રસાદે વધુમાં કહ્યુ કે, કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલ વિદેશમાં ભારતીય ચૂંટણી પ્રક્રિયા પર સવાલ ઉઠાવનાર પાસે કોઈ પુરાવા નથી માગતા પરંતુ જ્યારે દેશની સેના કોઈ શૌર્યની કામગીરી કરે છે ત્યારે સેના પાસે પુરાવા માગવામાં આવે છે.

રવિશંકર પ્રસાદે કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમ પર નિશાન સાધતા કહ્યુ કે, 10 વર્ષ સુધી કેન્દ્રીય પ્રધાન રહ્યા બાદ કાયદાકીય સમસ્યાનો સામનો કરી રહ્યા છે. તેઓ ઈન્ટરનેશનલ વ્યક્તિ હોવાના કારણે વિદેશી મીડિયાને વધારે ફોલો કરે છે. રવિશંકર પ્રસાદે વધુમાં કહ્યુ કે, ચિદમ્બરમ સાહેબ વિદેશી અખબાર છોડી દેશના અખબાર પણ વાંચવાનું રાખો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments